GSTV

બેંક બદલવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર/ આ કામમાં ન કરો ઉતાવળ, નિર્ણય લેતા પહેલા આ વસ્તુ પર કરો વિચાર

બેંક

જો તમે તમારી બેંક બદલવાનું વિચારી રહ્યા હોય તો ધ્યાન રાખો કે આ એક મોટો અને મહત્વનો નિર્ણય છે. તેના માટે તમારે દરેક પ્રકારે વિચારવું પડશે. અને ત્યાર બાદ બેંક બદલવા અંગે વિચારવું જોઈએ. જો તમને એમ લાગતું હોય કે તમારી બેંકની સર્વિસ નક્કી કરેલ માનકોના અનુરૂપ નથી તો તમે તમારા મુજબ બેંક પસંદ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે વધુ સારી કસ્ટરમર સર્વિસની ફી પણ આપવી પડે છે. જો તમે વધુ સેવાઓ માટે વધુ કિમત ચૂકવવા તૈયાર હોય તો બેંક બદલવાનો વિચાર કરો. ઉદાહરણ તરીકે, એક તરફ જ્યાં સરાકરી બેંકમાં 2,000-3,000 રૂપિયાના લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા હોય છે. ત્યાં પ્રાઈવેટ બેંકમાં તેની 4-5 ગણી મોટી રકમ મેનટેન કરવી પડે છે.

અનેક પ્રાઈવેટ બેંક ગ્રાહકોને સારી સર્વિસીસ આપવાના બદલામાં વધુ ચાર્જ વસૂલે છે. જો તમે કોઈ પ્રાઈવેટ બેંકમાં જવા ઈચ્છતા હોય તો પહેલા સેવાઓ માટે વસૂલવામાં આવેલ ચાર્જીસ અંગે પૂરી જાણકારી મેળવી લ્યો.

પ્રોડક્ટ પોર્ટફોલિયો  

તમારી બેંકનો પ્રોડક્ટ પોર્ટફોલિયો તમારી જરૂરતો સાથે મેળ ખાતો નથી તો તમે શિફ્ટ કરી શકો છો. તમારી બેંક એ સેવાઓની પણ ઓફર આપી શકે છે જેની તમને જરૂરત નથી અથવા તો જે સેવા જોઈતી નથી. પરંતુ, તમારી પાસેથી તેના માટે ચાર્જ લેવામાં આવી રહ્યો છે તો એવી સ્થિતિમાં પણ તમે બેંક બદલવા અંગે વીચારી શકો છો.

બ્રાંચની લોકેશન અને ટાઈમિંગ

નેટબેંકિંગ અથવા મોબાઈલ  બેંકિંગનો ઉપયોગ નહીં કરનાર માટે બેંકની બ્રાંચ ખુલવા અને બંધ થવું મહત્વનું છે. બેંક બદલવાનો નિર્ણય લેતા સમયે એવા લોકો માટે આ મુખ્ય હોય શકે છે. બ્રાંચનું એવી જગ્યાએ હોવું આવશ્યક છે. જ્યાં આવવા જવા માટે વાહન વ્યવહારના સાધનો ઉપલબ્ધ હોય.

વધુ વ્યાજ દર

બચત ખાતા પર બેંક લગભગ 4 % વ્યાદ આપે છે. અક બેંકની તુલનામાં વધુ વ્યાજદર ઓફર કરી ગ્રાહકોને આકર્ષિત કરે છે. શું માત્ર આ જ કારણે પોતાની બેંક બદલવી જોઈએ. વધુ વ્યાજ દરનો ત્યારે જ ફાયદો મળે છે જ્યારે તમારા ખાતામાં મોટી રકમ હોય. આ વર્ષ દરમ્યાન ખાતામાં સરેરાશ બેલેન્સ 40,000 રૂપિયા છે. તો તમે 5.5 % વ્યાજ આપનાર અકાઉન્ટમાં શિફ્ટ થવા પર દર મહિને લગભગ 50 રૂપિયા વધુ પ્રાપ્ત કરશો. જ્યાં સુધી તમારા ખાતામાં મોટી રકમ નથી રહેતી ત્યાં સુધી કોઈ મોટો ફર્ક પડશે નહીં.

બેંકની મજબૂતી

તમારું ખાતું તે જ બેંકમાં શિફ્ટ કરો જેની બેલેન્સ શીટ મજબૂત હોય. એવામાં બેંકને પોતાના વ્યાપાર સહિતની આશંકા ઓછી રહે છે. સરકારી બેંક પ્રાઈવેટ બેંકની તુલનામાં વધુ સુરક્ષિત હોય છે. પરંતુ મોટી પ્રાઈવેટ બેંક પણ મજબૂતીના મામલામાં ઓછી હોતી નથી.

READ ALSO

Related posts

શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર, અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર સક્રિય

pratik shah

દહેગામમાં ન.પા.માં ફરજ બજાવતા અધિકારીનું મોત, નપાલિકાની ચૂંટણી બાદ કોરોનાના જોવા મળ્યા હતા લક્ષણો

pratik shah

જલદી કરો/ સ્માર્ટ ટીવીના ભાવમાં થશે 2000થી 3000 રૂપિયાનો વધારે, લેવી હોય તો ઉતાવળ કરજો નહીં તો પસ્તાશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!