GSTV

યુ-ટ્યુબ ઓફિસમાં ફાયરિંગની ઘટના બાદ ગુગલ ચીફ સુદંર પિચાઈનો સ્ટાફને ભાવુક પત્ર

અમેરિકાના કેલિફોર્નિયા ખાતેની યુ-ટયુબ ઓફિસમાં ફાયરિંગની ઘટના બાદ હવે સ્થિતિ સામાન્ય છે. જોકે આ ઘટનાને લઈને થોડીવાર માટે કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગુગલએ યુટ્યુબને પેરેન્ટ કંપની ગણાય છે. ત્યારે આઘટના ને લઈને ગુગલના ચીફ એક્ઝિક્યુટિવ સુદંર પિચાઈએ સ્ટાફને ભાવુક પત્ર લખ્યો છે. જેમાં આ ઘટનાને અકલ્પનીય ત્રાસદી ગણાવી

યુ-ટ્યુબ કાર્યલાયમાં ફાયરિંગની ઘટનાથી ઓફિસ સ્ટાફના ફફડાટ વચ્ચે સુંદર પિચાઈએ સુંદર પત્ર લખીને સ્ટાફના મનોબળને મજૂબૂત કરવાનો કર્યો છે. તેઓએ પત્રમાં સમગ્ર ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યુ છે કે

બપોરે, જયારે અમારા કર્મચારીઓ લંચ લઇ રહ્યા હતા. ત્યારે મને યૂ-ટ્યૂબ કાર્યાલયમાં ફાયરિંગ થયાનો અહેવાલ મળ્યો. પોલીસ અને અમારી સુરક્ષા ટીમે મળીને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા બિલ્ડિંગ ખાલી કરાવવાનું કામ કર્યુ.

સૌથી સારી માહિતી જે અમને મળી તે એ છે કે સ્થિતિ નિયંત્રણમાં છે. ભારે હદય સાથે કહી રહ્યો છું કે, આ ભયાનક હિંસક કૃત્યમાં ચાર લોકો ધાયલ થયા. આવા સમયે અમે આ લોકોને તેમના પરિવારને સમર્થન આપવા બનતા દરેક પ્રયાસ કરી રહ્યા છીએ.

આ દરમિયાન લોકો દ્વારા મળેલા સમર્થન અને પ્રાર્થના માટે હું સૌનો આભારી છું. હું ખાસ કરીને મારી સિક્યોરિટી ટીમનો આભારી છું. જેઓએ લોકોને સુરક્ષિત કરવા તુરંત કાર્યવાહી કરી. હું જાણું છું કે, તમારામાંથી ઘણા લોકો અત્યારે પણ ભયભીત છે. આવનારા દિવસોમાં પણ આપણા ગુગલ પારવારને આ અકલ્પનિય ત્રાસદીમાંથી બહાર આવવા સમર્થન મળતું રહેશે. ચાલો આપણે સૌ સુસાશન અને યૂટ્યૂબની સમગ્ર ટીમનો આપણો સહયોગ આપીએ

 

Related posts

બાબરી ચુકાદોઃ અડવાણીના ઘર પર ઉત્સવના માહોલ સાથે મીઠાઈઓ વહેંચાઈ, જોષીએ કહ્યું આ જે આખો દેશ છે ખુશ

Karan

કેરળમાં ઝડપાઇ ટેસ્ટિંગ વગર જ નેગેટિવ સર્ટિફિકેટ આપતી લેબ, ખેંખેરી લીધા 45 લાખ

pratik shah

જ્યાં MSP પર વધારે થઈ ખરીદી ત્યાં ખેડૂતોની આવક સૌથી વધારે, વાંચો -5 રાજ્યોની હકીકત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!