GSTV

જો સોનામાં કરી રહ્યાં હોવ રોકાણ તો રાખજો આ વાતોનું ધ્યાન, નહિંતર ઘરે પડી શકે છે ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા

સોનામાં ભારતીયનો રસ તો વર્ષોથી જ વધારે રહ્યો છે. દરેક શુભ પ્રસંગે સોના-ચાંદીની ખરીદી જરૂરી છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું આયાત કરતું દેશ છે. કોરોનાકાળમાં તો તે રોકાણકારો માટે ફેવરિટ બની ગયું. ગત વર્ષથી તેમાં 30 ટકાથી વધિનું રિટર્ન મળી રહ્યું છે. આશા છે કે, આ વર્ષે પણ વધુ સારું રિટર્ન મળશે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવો તો અમુક નિયમો પણ જાણી લેવા જરૂરી છે નહિંતર ઈનકમ ટેક્સ વિભાગના દરોડા પડી શકે છે.

ઈનકમ ટેક્સ એક્ટ અનુસાર, ઘરમાં ગોલ્ડ રાખવાની એક લિમિટ છે. ઘરમાં ગોલ્ડ રાખવાની લિમિટને કોઈની આવક સાથે લેવા દેવા નથી. કોઈની પોતાની આવક છે કે નહીં તેની ગોલ્ડ રાખવાની લિમિટ પર કોઈ અસર થતી નથી. જો કોઈ મહિલાના લગ્ન થઈ ગયા હોય તો તે પોતાની પાસે 500 ગ્રામ જેટલું સોનું રાખી શકે છે. જો કોઈ યુવતીના લગ્ન નથી થયા તો તે વધુમાં વધુ 250 ગ્રામ સોનું રાખી શકે છે. પુરુષો માટે સોનાની લિમિટ 100 ગ્રામ છે.

લિમિટ કરતા વધુ સોનું રાખવા પર થશે પૂછપરછ

જો કોઈની પાસે લિમિટ કરતા વધુ સોનું હોય તો તેની પૂછપરછ કરવાનો ઈનકમ ટેક્સ વિભાગનો અધિકાર છે. આ ટેક્સ અધિકારીના વિવેક પર છે કે તે આ મુદ્દે શું નિર્ણય લે છે. કોઈ પરિવારની પરંપરા શું છે, તે વાતને ધ્યાનમાં રાખી ટેક્સ વિભાગના અધિકારી આ મુદ્દે નિર્ણય લેવા સ્વતંત્ર છે.

CBDTએ શું કહ્યું હતું?

આ મુદ્દે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ 1 ડિસેમ્બર 2016ના રોજ જાહેરાત કરી હતી. જે હેઠળ ઈનકમ ટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે, ગોલ્ડ રાખવા અંગે ભલે નિયમ હોય, પરંતુ તેની કોઈ લિમિટ નથી. જોકે અમુક શરતો જરૂર છે. જો તમને સોનું વારસામાં મળ્યું હોય અથવા તમને અન્ય સ્થળોથી મળ્યું હોય તો ટેક્સ અધિકારી તમને સવાલ કરશે અને સાચા જવાબ આપી તમે તમામ પ્રકારની કાર્યવાહીથી બચી શકો છો.

READ ALSO

Related posts

મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર

Pravin Makwana

ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ

Pravin Makwana

કામના સમાચાર/ અડધા થઈ જશે પેટ્રોલ અને ડીઝલના ભાવ: આ વિકલ્પ પર વિચાર કરી રહી છે મોદી સરકાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!