GSTV
Home » News » આતો અંબાણી કહેવાય ભાઈ! નોકરોને પણ આપે છે લાખોની સેલેરી, લાયકાત જાણીને પણ દંગ રહી જશો

આતો અંબાણી કહેવાય ભાઈ! નોકરોને પણ આપે છે લાખોની સેલેરી, લાયકાત જાણીને પણ દંગ રહી જશો

એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીનું નામ ફોર્બ્સ મેગેઝીનની લિસ્ટમાં દુનિયાભરના અરબપતિઓમાં 13માં સ્થાને છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંબાણીના નોકર સેલેરી કેટલી લે છે અને તેમનું સિલેક્શન કઈ રીતે થાય છે? મુકેશ અંબાણીના નોકરોની સેલેરીતો ખુબ વધુ છે પરંતુ ત્યા સુધી પહોંચવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. તો અહીં જાણી લો કે મુકેશ અંબાણીના ઘરના નોકરોની સેલેરી કેટલી હોય છે અને તેનું સિલેક્શન કઈ રીતે થાય છે.

આટલું કમાય છે અંબાણીના નોકર

તમને જણાવી દઈએ કે અંબાણીના ઘરે લગભગ 600 નોકર છે. અંબાણીના નોકરોની સેલેરી જાણીને તમને એવું મન થશે કે તમારે પણ અંબાણીના ઘરે કામ કરવાનો મોકો મળે. તેમના ઘરમાં એક નોકરને મહિને બે લાખ રૂપિયા આપવામાં આવે છે. અંબાણીનું ઘર એન્ટીલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. 

આ રીતે થાય છે નોકરોની પસંદગી

અંબાણીના ઘરે કામ કરવા માટે તમને એક નહીં પરંતુ અનેક યોગ્યતાઓ લેવી પડશે. તમને જણાવી દઈએ કે અંબાણીના ઘરે નોકરોને એમજ નથી રાખી લેવામાં આવતા. તેમને કામ પર રાખ્યા પહેલા તેમની પરીક્ષાઓ લેવામાં આવે છે. એક કંપનીની જેમ જ પહેલા નોકરોનું ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે અને તેમનો લેખિત રૂપમાં ટેસ્ટ લેવામાં આવે છે. જે લેખિત પરીક્ષા પાસ કરી લે તેને આવતા રાઉન્ડ માટે સિલેક્ટ કરવામાં આવે છે. હવે નોકરોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. જો કોઈ તેના માટે ફિટ ન હોય તો તેને સિલેક્ટ કરવામાં નથી આવતા.

આ રીતે થાય છે અંબાણીના સેફની પસંદગી

અંબાણીના ઘરના સેફની વાત કરવામાં આવે તો એ વાત જાણીને તમને નવાઈ લાગેશે કે તેમને ઓબરોય હોટલથી મંગાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ શેફને વિશ્વમાં દરેક પ્રકારનું ભોજન બનાવતા આવડે છે. અંબાણીના પરિવારને સાઉથ ઈન્ડિયન ભોજન સૌથી વધુ પસંદ છે. જોકે તેમના ઘરમાં દરેક પ્રકારનું ભોજન બને છે. અંબાણીને જ્યારે કોઈ નોકરની જરૂર હોય છે ત્યારે તે સમાચાર પત્રમાં વેકેન્સી બહાર પાડે છે. આટલું જ નહીં અંબાણીના ડ્રાઈવરનું સિલેક્શન વધુ મુશ્કેલ છે.

આ રીતે થાય છે ડ્રાઈવરની નિયુક્તિ

સૌથી અમીર એશિયાઈના ડ્રાઈવરની પસંદગી વિધિવત રીતે થાય છે. અંબાણી ડ્રાઈવરની પસંદગી કરવા માટે પ્રાઈવેટ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપે છે. આ કંપનીઓને ડ્રાઈવરના સિલેક્શનની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવે છે. સૌથી પહેલા એવું જાણી લેવામાં આવે છે કે તે વ્યક્તિનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ તો નથી. આ કંપનીઓ ડ્રાઈવરે ટ્રેનિંગ આપે છે ત્યાર બાદ તેમને ઘણા પ્રકારની મુશ્કેલ પરિક્ષાઓમાંથી પસાર થવું પડશે. આ પ્રક્રિયા બાદ કોઈ ડ્રાઈવરને નિયુક્ત કરવામાં આવે છે.

Read Also

Related posts

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

Kaushik Bavishi

આ છે વિશ્વની સૌથી ભયાવહ અને ડરામણી જગ્યા, જમીનની નીચે કંકાલનું રાજ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!