GSTV

તમે હવે ગણિત કરોઃ લોકસભાની 26 બેઠક અને કોંગ્રેસમાં મુરતિયાઓ છે 140

કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓની ભરમાર છે. ગુજરાતની 26 સીટ પરથી લોકસભા ચૂંટણી લડવા માટે 140 જેટલા મુરતિયા સામે આવ્યા છે. જેમાંથી 68 નામો શોર્ટલિસ્ટ કરાયા છે. લોકસભાની 16 સીટો પર સરેરાશ 3 જેટલા નામો સામે આવ્યા છે. તો 10 બેઠકો પર સરેરાશ એક કે બે નામ આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં 4 લોકસભાની બેઠક માટે સૌથી વધુ 36 ઉમેદવારોએ દાવેદારી કરી છે. એમાંય મહેસાણા લોકસભા સીટ પર સૌથી વધુ 14 નામ આવ્યા છે. મધ્ય ગુજરાતની 5 લોકસભાની સીટ માટે 18 મુરતિયાએ દાવેદારી કરી છે. તો સૌરાષ્ટ્રની 8 બેઠક માટે 30 દાવેદારો ટિકિટ માગી છે. જ્યારે કે દક્ષિણ ગુજરાતની 6 લોકસભા સીટ માટે 15 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અમદાવાદ પૂર્વની સીટ માટે 5 મુરતિયાએ તો અમદાવાદ પશ્ચિમ માટે 3 ઉમેદવારોએ દાવેદારી કરી ટિકિટ માંગી છે. ગાંધીનગરની સીટ માટે 3 ઉમેદવારો મેદાને છે.

Related posts

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

વિપક્ષ પણ મોદીના સમર્થનમાં, લોકડાઉન વધારવાની ઉઠી માગ, 11 એપ્રિલે PM કરશે આ કામ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!