GSTV
Home » News » તમારે લોન જોઇએ છે,તમને આવો ફોન આવે છે તો ચેતજો કારણ કે…

તમારે લોન જોઇએ છે,તમને આવો ફોન આવે છે તો ચેતજો કારણ કે…

શું તમે નેટ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છો ? શું તમને લોન માટે ફોન આવે છે,તો થઇ જજો સાવધાન..! આપની સાથે થઇ શકે છે ઠગાઈ. કારણ કે લોન માફિયાઓ ફેક કોલ કરી લાખો રૂપિયાની છેતરપીંડી ફોન કે મેસેજ મારફતે જ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. જેના ૫ આરોપીઓને સાયબર સેલે ઝડપી લીધા છે.

પોલીસ પકડમાં ઉભેલા આ આરોપીઓ છે લાખો રૂપિયાની છેતરપીંડી કરનારા. લોભામણી લાલચો અને લોભામણી જાહેરાતો આપીને ઠગનારા ચબરાક ઠગ ભગતો પોલીસ સંકજામાં આવી ગયા છે. થોડા સમય અગાઉ સાયબર સેલને અરજી મળી હતી કે લોન આપવાના બહાને તેની સાથે છેતરપીંડી થઇ છે. જે આધારે તપાસ  કરતા ગુનેગારોનું લોકેશન દિલ્હી ખાતે મળતા સાયબર સેલે  દરોડા પાડીને આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે.

આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે છેલ્લા ૧ વર્ષથી આ કોલ સેન્ટર ચલાવતા હતા. અને તેના ટાર્ગેટ પર માત્ર ગુજરાત નહિં પરંતુ ૧૪ રાજ્યો હતા.આ ચબરાક લોકો તમામ રાજ્યોમાં કોલ કરી લોકોને છેતરતા હતા.

આરોપીએએ પણ કબુલાત કરી છે કે છેલ્લા ૧ વર્ષથી કોલ સેન્ટર સંચાલક કે જે હાલમાં આ કેસમાં વોન્ટેડ છે તે લીડ મેળવી આપતો હતો. અને કોલ કરવા માટે ટીપ્સ પણ આપતો હતો. જેના આધારે  લોકોને લોન આપવાની લાલચ આપી પ્રોસેસ ફી પેટે 20 થી 25 હજારની રકમ લેતા હતા. એક વખત રૂપિયા આવી ગયા બાદ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!