GSTV

કર ભરવા પાત્ર આવક નહિ હોય તો પણ ફાઈલ કરવું પડશે Income Tax રિટર્ન, સરકારે જાહેર કરી દીધા છે આ નવા નિયમો

જો તમારી વાર્ષિક Income Tax ભરવાપાત્ર આવક ૨.૨૫ લાખ રૂપિયા (૬૦ વર્ષ સુધીની ઉંમરના લોકો માટે), ૩ લાખ રૂપિયા (૬૦ થી ૭૯ વર્ષ) અથવા ૫ લાખ રૂપિયા (૮૦ થી વહુની ઉંમરના લોકો માટે) થી ઓછી છે છતાં પણ જો તમે કોઈ પણ નવી શરતોની મર્યાદામાં આવો છો તો તમારે ઇન્કમટેક્ષ રિટર્ન ભરવું જરૂરી છે. રિટર્ન ફાઈલ કરવાની શરતોની સીમા વધારવા પાછળ સરકારનો હેતુ એવા ટેક્ષ પેયર્સને પકડવાનો છે જેમની આવક અને ખર્ચમાં ફર્ક આવે છે. જે લોકોની સ્પષ્ટ આવક અને ખર્ચ વચ્ચે મેળ નહિ બેસે તેમનું પકડાઈ જવું નક્કી છે. પ્રમાણિક કરદાતાઓએ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી.

Income Tax

વર્ષમાં કેટલા રૂપિયાના બીલ ભરો છો?

આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139 (1) ની સાતમી જોગવાઈ હેઠળ, જો કરદાતાનું વીજળીનું બીલ વાર્ષિક 1 લાખ રૂપિયા કે તેથી વધુ હોય, જો તેણે વિદેશી મુસાફરી પર 2 લાખ રૂપિયા કે તેથી વધુનો ખર્ચ કર્યો હોય, અથવા ચાલુ ખાતામાં ૧ કરોડ રૂપિયા કે તેથી વધુની રકમ જમા થઈ ગઈ હોય તો તે કરદાતાની કરપાત્ર આવક ન હોય તો પણ તેને આઈટી રિટર્ન ભરવું પડશે.

વિદેશી યાત્રા પર પણ છૂટછાટ

જો કે, વિદેશી મુસાફરી મામલે છૂટછાટ આપવામાં આવી શકે છે. ક્લીઅરટેક્સના સ્થાપક અને સીઈઓ અર્ચિત ગુપ્તાના જણાવ્યા મુજબ, પડોશી દેશોની યાત્રા અથવા તીર્થસ્થાનોની યાત્રા વિદેશ યાત્રાની જોગવાઈમાં સામેલ નથી. એટલે આ પ્રકારની મુસાફરી કરનાર કરદાતાઓએ આઈટીઆર ફાઇલ કરવું જરૂરી નથી. ક્લિયરટેક્સ એ ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવા માટેનું પોર્ટલ છે.

આઈટીઆર ફાઈલ કરતા સમયે દસ્તાવેજી કાર્યવાહી

આકારણી વર્ષ 2021 ના ટેક્સ ફોર્મ્સમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જેના હેઠળ કરદાતાએ ડેકલેરેશન આપવું પડશે કે તેઓ આવકવેરા કાયદા, 1961 ની કલમ 139 (1) ની સાતમી જોગવાઈ હેઠળ ઇન્કમટેક્સ ફાઇલ કરવા તૈયાર છે કે નહીં. નિષ્ણાતો કહે છે કે જે કરદાતાઓ આ શરતો હેઠળ આઇટીઆર ફાઇલ કરે છે તેમને તેમના દાવાને ટેકો આપવા માટે દસ્તાવેજો સાચવીને રાખવા પડશે. ટેક્સ વિભાગ આ સંદર્ભે સવાલજવાબ કરી શકે છે. જોકે, આઈટીઆર ફાઈલ કરતા સમયે કોઈ દસ્તાવેજની જરૂર નથી. પરંતુ વિભાગ છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ ચકાસી શકે છે.

આવકની ગણતરી

ન્યૂનતમ ટેક્સ કપાતપાત્ર આવકની ગણતરી કરતી વખતે મૂડી લાભ પર કર મુક્તિ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અગાઉ કોઈ વ્યક્તિએ કેપિટલ ગેઇન ટેક્સ પર મુક્તિનો દાવો કર્યો હોય તેને આઇટીઆર ફાઇલ કરવાની જરૂર નહોતી શરત ખાલી એટલી હતી કે તેની કુલ આવક કરપાત્ર આવકથી વધુ ન હોવી જોઈએ. પરંતુ ફાઇનાન્સ એક્ટ, 2019 પછી, હવે દરેકને મુક્તિ લાભ વિના મૂળ મુક્તિ મર્યાદાની ગણતરી કરવી જરૂરી છે. એવામાં જો છૂટનો દાવો કરતા પહેલા જો તમારી આવક છૂટની મર્યાદા કરતા વધુ છે તો આઇટીઆર ભરવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમારી કુલ આવક 2 લાખ રૂપિયા છે અને કોઈ મકાનના વેચાણ પર તમને ૩ લાખ રૂપિયાનો લાભ થયો છે જેના પર છૂટ મેળવવા માટે તમે રોકાણ કર્યું છે તો આવી સ્થિતિમાં કરદાતાએ આઈટી રિટર્ન ફાઈલ કરવું પડશે. કારણકે તમારી કુલ આવક ૩ લાખ રૂપિયા થાય છે. ગત વર્ષ સુધી આમ ન હતું.

વિદેશમાં સંપત્તિ

જો તમારી વિદેશમાં કોઈ સંપત્તિ છે, તો તમારે કોઈપણ સંજોગોમાં આઈટીઆર ફાઇલ કરવું જ પડશે, પછી ભલે ભારતમાં તમારી કોઈ આવક હોય કે ન હોય. જો દેશના નાગરિક અથવા દેશના સામાન્ય રહેવાસીની વિદેશમાં કોઈ સંપત્તિ હોય અથવા કોઈ પણ વિદેશી ખાતામાં સહી કરવાનો અધિકાર હોય, તો તેણે ફરજિયાતપણે આઇટીઆર ફાઇલ કરવું આવશ્યક છે. વિદેશી સંપત્તિમાં કોઈપણ વિદેશી કંપનીમાં નાણાકીય હિત સામેલ હોય છે. તેની આવક કરપાત્ર છે કે કેમ તેનાથી કોઈ ફરક પડતો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હવે ઘરે બેઠા જ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરી શકશો રોકાણ, લોન્ચ કરવામાં આવી આ ઓનલાઈન સ્કીમ

Dilip Patel

ભારત-ચીન વિવાદઃ લદાખમાં ભારતની આક્રમક વ્યૂહરચનાથી ઘુંટણીયે ચીન, માની લીધી આ શરતો

Dilip Patel

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, હરાજીમાં ટોળે ટોળા એકઠા થયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!