તમે રસ્તા પર દૂધની નદી નીકળી તેવું સાંભળ્યું હશે પણ ખેતરમાં ગોળ જામ્યો તેવું નહીં

વલસાડમાં સુગર ફેક્ટરીની ટાંકીમાં વીતી રાતે બ્લાસ્ટ થયો હતો. જેથી ટાંકીમાં રહેલો મોલાસિસનો જથ્થો આસપાસના વિસ્તાર અને ખેતરોમાં પથરાયો છે. ટાંકીમાં અંદાજે ચાર હજાર ટન મોલાસિસનો જથ્થો હતો. ઘટનાને પગલે સુગર મિલના અધિકારીઓ, ગામના સરપંચ દ્વારા નિરીક્ષણ કરીને આ જથ્થાને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાત્રે બનેલી ઘટનાને કારણે આ વિસ્તારમાં કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ મોલાસીસને કારણે ખેતરોમાં મોટું નુકસાન થયું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter