GSTV
Gujarat Government Advertisement

ફક્ત 10 મિનીટમાં જ બની શકે છે તમારું પૅનકાર્ડ, જાણો Freeમાં તેને લેવાની રીત

Last Updated on August 18, 2020 by pratik shah

પૅન કાર્ડ(Pan Card) હવે આપણા જીવનનો મહત્વનો દસ્તાવેજ બની ગયુ છે. બેંક એકાઉન્ટ (Bank Account) ખોલવાથી લઈને ઈનકમ ટેક્સ (Income Tax) જમા કરાવવા અને લોન લેવા સુધી માટે Pan Card અનિવાર્ય છે. એવામાં જો તમે હજી સુધી પૅનકાર્ડ બનાવડાવ્યુ નથી તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ. હવે તમે માત્ર દસ મિનીટની અંદર જ પૅનકાર્ડ મેળવી શકો છો. તેની બહુજ સરળ રીત છે. તો ચાલો જાણીએ ફટાફટ Pan Card બનાવાની સરળ રીત…

આ છે Pan Card ફ્રીમાં મેળવવાની સરળ રીત

  • સૌથી પહેલાં  https://www.incometaxindiaefiling.gov.in/home  પર જવાનું રહેશે.
  • અહીં તમને તમારી જમણી બાજુએ Instant PAN through Aadhaarનો ઓપ્શન દેખાશે તેની ઉપર ક્લિક કરો.
  • તે બાદ એક નવું પેજ ખુલી જશે, જ્યાં તમને Get New Panનું ઓપ્શન દેખાશે તેની ઉપર પણ ક્લિક કરો
  • હવે નવા પેજ પર, તમને તમારો આધાર કાર્ડ નંબર (Aadhaar Card Number)દાખલ કરવાનું કહેવામાં આવશે. અહીં તમારો આધાર નંબર દાખલ કરો અને ‘આઇ કન્ફર્મ’ ને ટિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઇલ ફોન પર OTP આવશે. તેને સાઇટ પર મૂકીને ચકાસો.
  • વેરિફિકેશન થયા પછી તરત જ તમને e-PAN આપવામાં આવશે.
  • આમાં, અરજદારને પાન કાર્ડની નકલ pdf ફોર્મેટમાં મળે છે, જેમાં QR Code શામેલ છે. આ ક્યૂઆર કોડમાં, અરજદારની ડેમોગ્રાફિક ડિટેલ અને ફોટો હોય છે.

જણાવી દઈએ કે આવકવેરા વિભાગ (Income Tax Department) તરફથી ઇન્સ્ટન્ટ પાનકાર્ડ (Instant PAN Card)મેળવવા માટે માત્ર 10 મિનિટનો સમય લાગે છે. અત્યાર સુધીમાં 6.7 લાખ લોકોનું ઇન્સ્ટન્ટ પેન બનાવવામાં આવ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ ઇન્શ્યોરન્સ કંપનીથી ખુશ ના હોવ તો આ રીતે ટ્રાન્સફર કરાવી શકો છો તમારી હેલ્થ પોલીસી, જાણો શું થશે લાભ

Bansari

ખુમારી / અંગ્રેજોએ ભારતીયોને એડમિશનની ના પાડતા સર્જાઈ રાજ્યની આ મેડિકલ કોલેજ, સન્માન કરવા વારસદારોની શોધખોળ

Dhruv Brahmbhatt

કામની વાત: હવે રહેઠાણના પુરાવા વગર જ બની જશે આધાર કાર્ડ, જાણો શું છે રીત?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!