સંજુ ફિલ્મમાં સંજય દત્તને થપ્પડ મારનાર અસલી ઓફિસર વિેશે તમે કેટલું જાણો છો

તમે બધાએ સંજુ મુવી જોયુ હોય કે નહીં પણ એનું ટ્રેઈલર તો જોયુ જ હશે. તેમાં એક સીનમાં એક પોલીસ ઓફિસર સંજય દત્તને થપ્પડ મારે છે. શું તમે એ પોલીસને જાણો છો. એનું નામ છે રાકેશ મારિયા.

રાકેશ મારિયા પંજાબી પરિવારમાં વિજય મડિયામાં જન્મ્યા હતા અને મુંબઇના બાન્દ્રામાં રહેતા હતા. તેમના પિતા ફિલ્મને લઈને જાણીતા હતા અને એણે કલા નિકેતનની સ્થાપનાં કરી હતી, તેમણે કાજલ, પ્રીમતમ, નીલ કમલ જેવી ફિલ્મો બનાવી તેમજ અન્ય બોલીવુડ ફિલ્મનાં ફાઇનાન્સિયર અને નિર્માતા તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમણે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ મુંબઈમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. આઇપીએસની પદવી મેળવવા માટે યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષાને ક્રેક કરી. અને તેણે આઈપીએસ અધિકારી તરીકે કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું.

ઉલ્લેખનીય છે કે સંજય દત્તની આગામી વર્ષે 6 ફિલ્મ આવી રહી છે.બૉલીવુડના ‘મુન્ના ભાઈ’ તેના ફેન્સ માટે હવે જોરદાર કામ કરી રહ્યાં છે. આગામી 2 વર્ષોમાં સંજય દત્ત 1 અથવા 2 નહીં પણ 6 ફિલ્મોમાં જોવા મળશે.

તાજેતરમાં સંજય દત્તે ત્રણ ફિલ્મો – કલંક, તુલસી દાસ અને પ્રસ્થાનની શૂટિંગ પૂર્ણ કરી છે. હવે તે પછીની ત્રણ ફિલ્મો માટે શૂટિંગ શરૂ કરશે.અહેવાલો અનુસાર ફિલ્મ ‘શમશેર’ ની શૂટિંગ ફેબ્રુઆરી સુધી ચાલશે, પરંતુ સંજયે 2 અઠવાડિયા પહેલા તેનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે 10 ડિસેમ્બરથી આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’નું શૂટિંગ પણ શરૂ કર્યું છે, જે માર્ચ સુધી ચાલશે. આશુતોષ ગોવારિકરની આ ફિલ્મમાં સંજય ઉપરાંત, અર્જુન કપૂર, ક્રિતી સનન અને પદ્મિની કોલ્હાપુરી જેવા કલાકારો પણ જોવા મળશે.

જૂન-જુલાઇ સુધી આ શુંટિગ પૂર્ણ કરવામાં આવશે. આ પછી સંજય મહેશ ભટ્ટની ‘ સડક 2’ માં જોવા હશે. આ ફિલ્મમાં અલીયા ભટ્ટ, પૂજા ભટ્ટ અને આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે. ‘સડક 2’ 1991ની ‘સડક’ ફિલ્મની સિક્વલ છે. ફિલ્મ 25 માર્ચ 2020નાં રોજ રિલીઝ થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter