GSTV

નોકરી તો આને કહેવાય! આ નાનકડુ કામ કરવા માટે મળશે 29 લાખ રૂપિયા સેલરી અને આલિશાન ઘર!

Last Updated on November 30, 2019 by Mayur

આજના સમયમાં ભણેલા-ગણેલા લોકો પણ બેરોજગાર છે અને જો નોકરી મળી પણ જાય તો તેમની અપેક્ષા મુજબ સેલરી નથી મળતી. તેવામાં લંડનના નાઇટ્સબ્રિજમાં એક દંપતિએ એવી નોકરી બહાર પાડી છે, જેના માટે તમે પણ અરજી કરવા તૈયાર થઇ જશો. આ દંપતિને એક એવો વ્યક્તિ જોઇએ છે, જે તેના બં કુતરાઓની સારસંભાળ રાખી શકે. તેના બદલે તેઓ વાર્ષિક 29 લાખ રૂપિયાની સેલરી આપવા તૈયાર છે.

આ દંપતિના ઘરમાં બે ગોલ્ડન રિટ્રિવર ડૉગ્સ પાળવામાં આવ્યાં છે અને તે પોતાના કામના કારણે મોટાભાગે ઘરની બહાર જ રહે છે. તેવામાં તેઓ આ ડૉગ્સની સારસંભાળ નથી લઇ શકતાં. તેથી તેઓ એક એવા વ્યક્તિની શોધમાં છે જે આ કામ કરી શકે.

સેલરી ઉપરાંત દંપતિ તે શખ્સને પોતાના 6 માળના આલિશાન ઘરમાં રહેવાની જગ્યા પણ આપી રહ્યું છે. દંપતિએ ‘સિલ્વર સ્વાન સર્ચ’ નામની એક વેબસાઇટ પર આ નોકરી માટે જાહેરાત આપી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે તેમને  કેવા પ્રકારનો ઉમેદવાર જોઇએ છે. આ વેબસાઇટ પર જઇને તમે નોકરી માટે અરજી કરી શકો છો.

દંપતિ અનુસાર, તેમને એવો ઉમેદવાર જોઇએ છે, જે પહેલાં પણ ડૉગ્સની સારસંભાળ લઇ ચુક્યો હોય, તેને હાઉસકિપિંગનો અનુભવ હોય, ભોજન બનાવતા આવડતું હોય, ફિટ હોય, એક્ટિવ હોય અને સાથે જ વિશ્વાસપાત્ર અને મહેનતી પણ હોય.

ખાસ વાત એ છે કે આ નોકરીમાં વ્યક્તિએ અઠવાડિયાના પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર જ કામ કરવાનું છે. તેના બદલે તેને 30થી 32 હજાર પાઉન્ડ્સ એટલે કે આશરે 29 લાખ રૂપિયાની સેલરી આપવામાં આવશે.

Read Also

Related posts

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!