GSTV

તમારા કામનું/ સોનુ વેચતી વખતે તમારે ચુકવવો પડે છે આ ભારે ભરખમ ટેક્સ, તમારા માટે જાણવુ છે જરૂરી

સોનુ

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે સોનામાં રોકાણ વધ્યુ છે. લોકોએ ગોલ્ડને રોકાણ રૂપે પસંદ કર્યુ છે. પરંતુ શું તમે તે વાત જાણો છો કે સોનુ ખરીદવાની સાથે સાથે તમારે તેને વેચવા પર પણ ટેક્સ ચુકવવો પડે છે. ગોલ્ડને વેચતી વકતે શોર્ટ ટર્મ કેપિટલ ગેન (STCG) અથવા લોન્ગ ટર્મ કેપિટલ ગેન (LTCG) ટેક્સ ચુકવવો પડે છે. ચાલો તમને તેના વિશે વિગતે જણાવીએ…

સોનું

જણાવી દઇએ કે જ્યારે તમે માર્કેટમાં ગોલ્ડ ખરીદો તો 3 ટકા જીએસટી લાગે છે પરંતુ જ્યારે તમે વેચો તો તે જોવામાં આવે છે કે તમારી પાસે કેટલા સમયથી જ્વેલરી છે. તે સમયના હિસાબે તેના પર ટેક્સ લાગે છે. સોના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ ત્યારે લાગશે, જ્યારે ખરીદની તારીખથી 3 વર્ષની અંદર તમે જ્વેલરી વેચો છો.

સોનુ

સાથે જ જો તમે ત્રણ વર્ષની અંદર ગોલ્ડ વેચો તો તમારે નિયમ અનુસાર, STCG ચુકવવાનો હોય છે. જ્વેલરી વેચવા પર તમારી જેટલી પણ કમાણી થાય છે, તમારે તે કમાણી પણ ઇનકમ ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ચુકવવાનો હોય છે.

જણાવી દઇએ કે જો ત્રણ વર્ષ બાદ જ્વેલરી વેચો તો તમારે તેના પર લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ચુકવવાનો હોય છે. LTCG અનુસાર, તમારે તેના પર 20.80 ટકાના દરે ટેક્સ ચુકવવાનો હોય છે. બજેટ 2020માં LTCG પર સેસને 3 ટકાથી વધારીને 4 ટકા કરવામાં આવ્યો હતો. જે ટેક્સના દરમાં સામેલ છે.

સોનુ

ભારતમાં સોનુ ખરીદવાની ચાર રીતો છે. પહેલી- ફિઝિકલ ગોલ્ડ એટલે કે સોનાના ઘરેણા અથવા સોનાના સિક્કા રૂપે. બીજુ- ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અથવા ગોલ્ડ ETFs. ત્રીજુ- ડિજિટલ ગોલ્ડ. ચોથુ- સૉવરેન ગોલ્ડ બોન્ડ્સ. જ્યારે તમે સોનુ વેચો છો તો તમારા પર ટેક્સ લગાવવામાં આવે છે અને ટેક્સનો દર તેના ખરીદવાની રીત પર આધારિત છે. ચાલો તમને જણાવીએ કે સોનુ વેચતી વખતે તમારે કેટલો ઇનકમ ટેક્સ ચુકવવો પડશે.

સોના

આ એક સરકારી બોન્ડ છે જેને ગ્રામમાં ખરીદી શકાય છે. આ ફિઝિકલ ગોલ્ડ મુકવાનો વિકલ્પ છે. આ બોન્ડ ભારત સરકાર તરફથી આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવે છે અને 5મા વર્ષથી બહાર નીકળવાના વિકલ્પ સાથે 8 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ સાથે આવે છે.

Read Also

Related posts

શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત

Pravin Makwana

આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ

Pravin Makwana

હિંસા અને ફરિયાદો વચ્ચે સુરક્ષિત માહોલમાં ચૂંટણી કરાવવા પર જોર, બંગાળ ઈલેક્શન પર ચૂંટણી પંચે કરી આ મોટી વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!