GSTV
Home » News » તમારી પાસે છે ફક્ત બે દિવસનો સમય! બંધ થવા જઈ રહી છે સરકારની આ ખાસ યોજના, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

તમારી પાસે છે ફક્ત બે દિવસનો સમય! બંધ થવા જઈ રહી છે સરકારની આ ખાસ યોજના, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

ગત વર્ષે કેન્દ્ર સરકારે (Central Government) સર્વિસ ટેક્સ (Service Tax) અને સેન્ટ્રલ એક્સાઈઝ (Central Excise Duty)થી જોડાયેલી જુના બાકી વિવાદોમાં સમાધાન કરવા માટે એક ખાસ યોજના લોન્ચ કરી હતી. સપ્ટેમ્બર-2019માં શરૂ કરાયેલી ‘સબકા વિશ્વાસ યોજના’ની અંતિમ તારીખ પહેલા 31 ડિસેમ્બર-2019 હતી, જોકે બાદમાં સરકારે તેને વધારીને 15 જાન્યુઆરી-2020 કરી દીધી હતી. એવામાં જો તમારો આવો કોઈ વિવાદ છે, જેનું તમે સમાધાન કર્યું નથી, તો તમારી પાસે માત્ર બે દિવસ રહ્યા છે.

સરકારે છેલ્લી તારીખ 15 દિવસનો કર્યો હતો વધારો

આ વર્ષની શરૂઆતમાં એક નિવેદનમાં સરકારે કહ્યું હતું કે કરદાતાઓ દ્વારા આ યોજના અંગેના તેમના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સરકારે તેની સમયમર્યાદા વધારીને 15 દિવસ કરી દીધી છે. આ સમય દરમિયાન, સરકારે સ્પષ્ટ પણ કર્યું હતું કે કરદાતાઓના હિતને ધ્યાનમાં રાખીને, આ સમયમર્યાદા ફક્ત એક જ વાર વધારવમાં આવી છે.

યોજનાનો સમયગાળો નહીં વધારે સરકાર

આ યોજનાનો સમયગાળો લગભગ સમાપ્ત થવાનો છે. એવામાં હવે અધિકારીઓને ટાંકીને કેટલાક રિપોર્ટમાં કહેવાયું છે કે, સરકાર આ યોજનાનો સમયગાળો વધારશે નહીં. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારી પાસે 15 જાન્યુઆરી-2020 અંતિમ તારીખ છે.

અગાઉ સરકારે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરી હતી

સરકારે 31 ડિસેમ્બર બાદ ‘સબકા વિશ્વાસ યોજના’ને ચાલુ રાખવાની ના પાડી દીધી હતી. જોકે બાદમાં આ સમયમર્યાદામાં વધારો કરાયો હતો. સબકા વિશ્વાસ યોજના નાણાં મંત્રાલયની એક યોજના છે જે અંતર્ગત GST સિસ્ટમ અમલી થયા પહેલાના જુના કેસોના સમાધાન માટે કાનૂની વિવાદ નિરાકરણ (Legal Dispute Resolution) પ્રણાલી ચાલી રહી છે. આ કેસો આબકારી અને સેવા કરને લગતા છે.

આ યોજના 1 ઓગસ્ટ-2019થી શરૂ કરાઈ હતી

આ યોજના 1 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 55,693 કેસમાં સમાધાન કરવાની અરજી આવી છે, જેમાં 29,557 કરોડ રૂપિયાના કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે કુલ 1.83 કેસોમાં 3.6 લાખ કરોડ રૂપિયા ફસાયેલા છે.

આવી રીતે થાય છે સમાધાન

  • આવા કેસોને લગેસી ટેક્સ પણ કહેવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કરદાતાએ પહેલા ટેક્સની આવક જાહેર કરવી પડે છે.
  • ત્યારબાદ નિર્ધારિત ચુકવણી કરીને આનાથી સંબંધિત કેસ અથવા અપીલ કોર્ટમાંથી પરત લેવામાં આવે છે.
  • ત્યારબાદ ચાર્જ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેમાં તે બાબત સાબિત થાય છે કે, આ કિસ્સામાં અંતિમ સમાધાન થઈ ચુક્યું છે.
  • ત્યારબાદ કરદાતાને સંબંધિત કેસમાં કોઈ દંડ અથવા વ્યાજ અલગથી ચૂકવવો પડતો નથી.
  • આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ટેક્સની રકમ નક્કી કરવા માટે કરદાતાની વાત સાંભળવામાં આવે છે અને વિભાગ તે આધારે સંપૂર્ણ અને અંતિમ પતાવટની રકમનો નિર્ણય લે છે.
  • આ રીતે તેવા કરદાતાઓ જુના ચાલી રહેલા કેસોનું સમાધાન કરી માત્ર GSTના નિયમોના પાલન પર જ ધઅયાન કેન્દ્રીત કરે છે.

Read Also

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!