GSTV

ઓફિસ જતાં પહેલાં રોજ લિપસ્ટિક લગાવો છો પણ આ ભૂલ તો નથી કરતાં ને…!?

વિશ્વમાં માનુનીઓ દ્વારા સૌથી વધારે પ્રમાણમાં વપરાતા મેકઅપમાં લિપસ્ટીકનું સ્થાન ટોચનું છે. માત્ર એક જ મિનિટમાં માનુનીનો મનપસંદ ઘેરો રંગ તેને સુંદર તેમ જ આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવા સક્ષમ છે. મેટથી લઈને સાટિન ફિનીશ જેવા અનેક પ્રકારની લિપસ્ટિક બજારમાં ઉપલબ્ધ હોવા છતાં માનુનીઓની લિપસ્ટિક લગાડતી વખતની નાની નાની અમથી ભૂલ ફેશનનો ફિયાસ્કો કરી તમને હાસ્યાસ્પદ બનાવવા પૂરતી છે. આવો જાણીએ આવી કેટલીક ભૂલો વિશે અને તેને કઈ રીતે સુધારી શકાય તે માટેની કેટલીક સરળ ટીપ્સ :

હોઠ સ્વચ્છ નથી કરતા?

આપણા હોઠ ત્વચાના નાજુક પડથી ઢંકાયેલા હોય છે. તેથી તેમા વધારે પડતો ભેજ રહેતો નથી અને ઘણી વાર તે પડ શુષ્ક બની કેટલીક જગ્યાથી ઉખડી જાય છે પરંતુ તેમ છતાં માનુનીઓ ખરબચડા હોઠ પર લિપસ્ટિક લગાડતી હોય છે અને તે હાસ્યાસ્પદ સિદ્ધ થાય છે. આવું ન થાય તે માટે માનુનીઓએ લિપ સ્ક્રબ કે પછી બેબી ટૂથબ્રશનો ઉપયોગ કરી હોઠની મૃત ત્વચા કાઢી લેવી જોઈએ જો કે આવું કરતી પહેલાં તેના પર લીપ બામ કે પછી મોઈશ્ચરાઈઝર જરૂરથી લગાડવું.


તમે હોઠને નિયમિત રીતે મોઈશ્ચરાઈઝ નથી કરતા

જો તમે તમારા હોઠને નિયમિત મોઈશ્ચરાઈઝ ન કરો તો તમારા હોઠ લિપસ્ટિક લગાડયા પછી પણ સાવ સૂકા લાગશે. જો કે હાલ ઘણી મોઈશ્ચરાઈઝરથી ભરપૂર લિપસ્ટિક માર્કેટમાં ઉપલબ્ધ છે તેમ છતાં તમે રાત્રે સૂતા પહેલા લીપ બામ, કોપરેલ તેલ, વાઈટ બટર કે પછી લીપ સ્લીપીંગ માસ્ક લગાડી શકો છો. તેનાથી તમારા હોઠ મોઈશ્ચરાઈઝ અને સુવાળા બનશે.

લિપ લાઈનર નથી વાપરતા?


શું તમે લિપસ્ટિક લગાડતી પહેલા લીપલાઈનર નથી વાપરતા તેનાથી તમારી લિપસ્ટિક ફેલાઈ જવાનો કે આડીઅવળી લાગવાનો ડર રહે છે તેમ ન થાય તે માટે તમારા અધરના આકારને અનુરૂપ બોર્ડર લાઈન દોરી લઈને તે મુજબ જ લિપસ્ટિક લગાડો. તે સિવાય આ લાઈનનો રંગ તમારા લિપસ્ટિકના રંગથી થોડો ઘેરો હોય તેનું પણ ધ્યાન રાખો. જો તમારે તમારા હોઠ મોટા દર્શાવવા હોય તો તમે ન્યુડ રંગ પણ વાપરી શકો છો. પરંતુ લિપલાઈનરનો રંગ લિપસ્ટીકને નેલ ખાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

તમે તમારા હોઠને ચાવો છો?

તમને વારંવાર હોઠને દાંતથી ચાવવાની આદત હોય કે જીભ લગાડવાની આદત હોય તો તે ટાળો. કારણ ઘણીવાર આપણે લોકોના દાંત પર લીપસ્ટીક લાગેલી જોતા હોઈએ છીએ તેવું ન થાય તે માટે હોઠ પર મર્યાદિત પ્રમાણના લિપસ્ટિક લગાડો અને બાકીની લિપસ્ટિકને ટીશ્યુ પેપરથી લૂછી નાંખો જેથી તમારી આ સમસ્યા હળવી થઈ જશે.

લિપસ્ટિક લગાડયા પછી તમે હોઠને એકબીજા સાથે ઘસો છો?

શું તમને પણ લિપસ્ટિક હોઠ પર લગાડયા પછી હોઠને એકબીજા સાથે ઘસાવાની આદત છે તો આ ટાળજો. ખાસ કરીને લીક્વીડ લિપસ્ટિકમાં કારણ આ જ કારણથી તમારી લિપસ્ટિક ફેલાઈ જતી હોય છે. જો તમારે વધારાની લિપસ્ટિક દૂર કરવી હોય તો તે માટે ટીશ્યૂ પેપરની કે રૂમાલની મદદ લો પરંતુ બે હોઠ એકબીજા સાથે ઘસો નહીં. તો બસ લિપસ્ટિક લગાડતી વખતે આટલી ભૂલોથી બચો અને યોગ્ય રીતે લિપસ્ટિક લગાડીને મેળવો આકર્ષક મનમોહક અધરો.

Read Also

Related posts

મારી બહેનપણી મારી પત્ની છે અને અમારી વચ્ચે છે સમલૈંગિક સંબંધો, અમે બંને જણા કાયમી…

Karan

વર્કિંગ વુમન બેગમાં જરૂરથી રાખે આ વસ્તુ, ક્યારેય નહી ઓછો થાય તમારો કોન્ફિડેન્સ

Ankita Trada

આવો પુલાવ નહીં જ ખાધો હોય તમે! આજે ડિનરમાં ટ્રાય કરો કંઈક નવું, બનાવો ‘ચટણી પુલાવ’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!