અમદાવાદના કાંકરીયાનો રાઉન્ડ મારવા તમારે કિલોમિટર ચાલવું નહીં પડે, જાણો કેમ

અમદાવાદ કોર્પોરેશન કાંકરિયા ખાતે બેટરી ઓપરેટેડ કારની સુવિધા શરૂ કરવા જઇ રહી છે. જેથી કાંકરિયાના મુલાકાતીઓને હવે ચાલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. કાકરિયાના વિવિધ આકર્ષણ જેવા કે બટરફલાય પાર્ક, નગીના વાડી, નોક્ટરનલ ઝુ, પ્રાણી સંગ્રાહાલય, બાલ વાટિકા સહિતના આકર્ષણો જોવા માટે ચાલતા જવું પડે છે. બાળકો-વૃધ્ધો-અશકત લોકો આ આકર્ષણો જોવા જતી વખતે થાકી જતા હોય છે. આ બાબતને જોતા મહાનગરપાલિકાએ બેટરી ઓપરેટેડ 6 વાહનો લેવાનો નિર્ણય કર્યો છે. આ માટે વપરશ કર્તાએ વપરાશ કર્યા પ્રમાણે 10થી 25 રૂપિયાનો ચાર્જ ચુકવવો પડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter