GSTV
Gujarat Government Advertisement

ભરાઈ ગયા/ ઉતાવળ કરી કોવેક્સિન રસી લીધી તો નહીં જઈ શકો કેનેડા, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝિલેન્ડ : આ છે નિયમો

Last Updated on June 11, 2021 by Pravin Makwana

કોરોનાનો બીજો રાઉન્ડ પૂરો થતાં હવે વિદેશ ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી ઓગષ્ટથી સપ્ટેમ્બર મહિના દરમિયાન વિદેશ જનારાં હજારો સ્ટુડન્સ અને તેમના પરિવારજનો વેક્સિનની વિમાસણમાં મુકાયાં છે. આમ તો, સરકારે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વેક્સિન આપવા ખાસ આયોજન કર્યું છે. પરંતુ, ૧૮થી ૪૪ વર્ષની વયના રસીકરણ દરમિયાન કોવેક્સિનને પહેલો ડોઝ લઈને બેઠેલાં અનેક વિદ્યાર્થીઓને અટવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. જાણકારો કહે છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંજુરી આપી ન હોવાથી જે-તે દેશમાં ફરી વેક્સિન લેવી પડે એવું બની શકે છે. જો કે, મ્યુનિ કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં સાચું માર્ગદર્શન મળતું ન હોવાથી હજારો સ્ટુડન્ટસ અને વાલીઓ પરેશાન છે.

કોરોનાના બીજા રાઉન્ડની સમાપ્તિ પછી ભારતથી હવે આંતરરાષ્ટ્રીય અવરજવર શરુ થઈ રહી છે. હજારો વિદ્યાર્થીઓ આગામી ઓગષ્ટ, સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા, યુરોપ કન્ટ્રીઝ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ જવાના છે. ગુજરાત સરકારે ૧૮થી ૪૪ વર્ષના નાગરિકો માટે રસીકરણ ઝૂંબેશ શરુ કરી તેવા સમયે અભ્યાસાર્થે વિદેશ જવાની અનિશ્ચિતતા હતી. આ સમસ્યા વચ્ચે અનેક સ્ટુડન્ટસે ગુજરાત સરકારના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસી લીધી હતી. જેમણે રસી નહોતી લીધી તેવા સ્ટુડન્ટસ માટે સરકારે ખાસ આયોજન કર્યું છે. પરંતુ, રસી લઈ ચૂકેલા અનેક સ્ટુડન્ટસ માટે અટવાઈ પડવાનો વખત આવ્યો છે.

રસીકરણના પહેલા ડોઝ દરમિયાન કોવેક્સિન લઈ ચૂકેલા અનેક સ્ટુડન્ટસ છેલ્લા કેટલાક સમયથી માર્ગદર્શન મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. આવા સ્ટુડન્ટસનો બળાપો એવો છે કે, કોવેક્સિન રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંજુરી આપી નથી. આવા સંજોગોમાં અભ્યાસ માટે વિદેશ જવાનું આવે તેવા તબક્કે અટવાઈ પડવાની સ્થિતિ તો નહીં સર્જાય ને? આવો ભય સ્ટુડન્ટસને સતાવી રહ્યો છે. જો કે, જાણકારોનું કહેવું છે કે, ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વિદેશ ભણવા જવાનું થશે તે પહેલાં ભારતની કોવેક્સિન રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મંજુરી મળી જશે તેવી આશા છે. જો કે, આ મામલે રસીકરણની કામગીરી સંભાળતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાંથી વિશ્વાસપૂર્વક કોઈ જવાબ આપી શકતું નથી.

સ્ટુડન્ટસ જેમના થકી વિઝા પ્રોસેસ કરી હોય તેમને પૂછે તો એવું માર્ગદર્શન અપાઈ રહ્યું છે કે, પહેલા ડોઝમાં કોવેક્સિન લીધી હોય તો બીજા ડોઝમાં કોવિશિલ્ડ લઈ તેનું પ્રમાણપત્ર મેળવી લો. જો કે, તબીબો બે અલગ અલગ રસી લેવાના મતમાં ન હોવાથી સ્ટુડન્ટસ મુંઝવણ અનુભવી રહ્યાં છે. તો, અમુક જાણકારો કહે છે કે અમેરિકા અને યુરોપ કન્ટ્રીઝમાં લોકો જવા લાગ્યાં છે અને તેમને હોમ ક્વોરન્ટાઈન કરી સ્થાનિક કક્ષાએ રસી આપવામાં આવે છે. આવું જ કંઈક સ્ટુડન્ટે કરવું પડશે. જો કે, ભારતથી કોવેક્સિન રસીના બે ડોઝ લઈને ગયાના થોડા જ અઠવાડિયા પછી વિદેશમાં એકલા સ્ટુડન્ટને બીજી રસી લેવી હિતાવહ? આવો સવાલ વાલીઓને મુંઝવે છે.

કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ અભ્યાસાર્થે જવા માટે હજારો સ્ટુડન્ટસ તૈયાર છે. જુલાઈ મહિનાથી સ્ટુડન્ટસ આ દેશમાં જવા લાગશે પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ હજુ સુધી કોવેક્સિનને માન્યતા આપી ન હોવાથી આ રસી લેવી કે કેમ? તે સૌથી મોટી મુંઝવણ છે. સરકારી કે ખાનગી સ્તરે જે હાજર હોય તે રસી જ આપવામાં આવી રહી છે.

રાત ઓછી અને વેશ ઝાઝા જેવી સ્થિતિમાં વિદેશ જવા ઈચ્છૂક ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને કન્ટ્રીમેઈડ કોવેક્સિન રસી લીધા પછી વિદેશમાં અટવાઈ પડવાનો ભય સતાવી રહ્યો છે. કમનસીબી એ છે કે, આ મુદ્દે રસીકરણમાં ગળાડૂબ તોસ્તાન તંત્ર યોગ્ય માર્ગદર્શન આપી શકે તેટલી જાણકારી પણ ધરાવતું નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!