GSTV
Home » News » PM મોદી જે ગુફામાં ધ્યાનમાં બેઠા હતાં ત્યાં તમે પણ રહી શકો છો અને તે પણ…

PM મોદી જે ગુફામાં ધ્યાનમાં બેઠા હતાં ત્યાં તમે પણ રહી શકો છો અને તે પણ…

પીએમ મોદીની કેદારનાથ યાત્રા પર વિપક્ષોએ બરોબરનું નિશાન સાધ્યું છે. કેદારનાથ મંદિરમાં દર્શન-અર્ચન કર્યા બાદ વડાપ્રધાન મોદી મંદિરથી નજીક આવેલી ગુફામાં ધ્યાનમાં બેઠા હતા.

વડાપ્રધાનની તસવીરો જાહેર થયા બાદ બધાનું ધ્યાન ગુફા તરફ

ભગવા વસ્ત્રોમાં ધ્યાનમગ્ન પીએમ મોદીની તસવીરોએ ટ્વિટર પર ભારે ધૂમ મચાવી હતી. ત્યાર પછી આ સ્થળ તરફ આખા દેશનુ ધ્યાન ખેંચાયુ હતુ. આ ગુફા જોકે પ્રાકૃતિક નથી. જણાવી દઈએ કે, કેદારનાથ વિકાસ ધામની જવાબદારી સંભાળ્યા બાદ પીએમ મોદીએ આ ગુફા બનાવવા માટે નિર્દેશ આપ્યો હતો. જેનુ નામ રૂદ્ર ગુફા છે.

ગત વર્ષે જ આ ગુફાનું નિર્માણ કરાયુ હતુ. જેનો ઉપયોગ બીજા ભાવિકો પણ કરી શકે છે. આ ગુફા ગઢવાલ મંડળ વિકાસ નિગમની ટુરિસ્ટ પ્રોપર્ટી છે. કોઈ પણ વ્યક્તિ 3000 રૂપિયામાં 3  દિવસ માટે ગુફા બૂક કરાવીને તેમાં રહી શકે છે.

ગુફામાં ચા-નાસ્તો-ભોજન પણ કરી શકો

મેડિટેશન અને આધ્યાત્મિક શાંતી માટે જ ખાસ બનાવવામાં આવેલી ગુફામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં ટોયલેટ, લાઈટ અને ટેલિફોન પણ છે, ગુફામાં બેઠા બેઠા ચા-નાસ્તો, ડિનર પણ ઓર્ડર કરી શકાય છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમની વેબસાઈટ પર પણ તેની જાણકારી ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા શશી થરૂરે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

ધમાકા સાથે સિલિન્ડ થયો બ્લાસ્ટ! જોત જોતામાં બે માળની ઈમારત ધરાશાયી, 7ના મોત 15 ઘાયલ

Arohi

દિલ્હીના હવામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે ઝેર, હરિયાણાની પરાલી છે જવાબદાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!