GSTV

Honda Activa 5G અને Grazia સ્કૂટર પર 10 હજાર રૂપિયા સુધી થશે બચત, કંપની આપી રહી છે આ ઓફર

હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયા (HMSI) એક્ટિવા 5 જી અને ગ્રેઝિયા સ્કૂટરના BSIV મોડેલો પર વિશેષ ઓફર આપી રહી છે. ઓફર અંતર્ગત આ બંને સ્કૂટર્સ પર 10000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આ મર્યાદિત અવધિની ઓફર છે. હોન્ડાની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ યોજના પસંદગીના ડીલરશીપ સુધી મર્યાદિત છે. 10,000 રૂપિયા સુધીની બચતની ગણતરી નિશ્ચિત લોનની રકમ ધ્યાનમાં રાખીને જનરલ માર્કેટ ફાઇનાન્સ યોજનાના આધારે કરવામાં આવી છે. બચત લોનની રકમ અને લોન ટેનર મુજબ બદલાઈ શકે છે.

7000 રૂપિયા સુધીનાં Paytm વાઉચર

HMSIની દિલ્હી સ્થિત ડીલરશીપે જણાવ્યું હતું કે તેઓ હોન્ડા એક્ટિવા 5G અથવા ગ્રેઝિયા સ્કૂટરની ખરીદી માટે 7000 રૂપિયા સુધીના પેટીએમ વાઉચર્સ મેળવી રહ્યા છે. આમાં મૂવી, બસ, વીજળી, ડીશ રિચાર્જ અને પેટીએમ મોલ વાઉચર્સ શામેલ છે. આ સિવાય હોન્ડા ટૂ વ્હિલરની 4200 રૂપિયાની જેન્યુઇન એસેસરીઝ પર 25-30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

EMI પર લેવા પર 4000 રૂપિયા સુધીનું કેશબેક

 જો ગ્રાહક સ્કૂટરને EMI પર ખરીદવા માંગે છે તો તેની પાસે SBIનું ક્રેડિટ/ ડેબિટ કાર્ડ છે અથવા હોન્ડા પાઈન લેબ સ્કીમ છે તો તેનાં છેલ્લાં EMIની ચુકવણી બાદ ગ્રાહકની પાસે 4000 રૂપિયાનું કેશબેક મળશે. પરંતુ તેની સાથે શરત એ છેકે, વચ્ચે EMI છૂટવું જોઈએ નહી. જો એક પણ EMI ચૂકી જશે તો તે ગ્રાહક કેશબેકનો હકદાર રહેશે નહી. ડીલરએ એવું પણ કહ્યુ છેકે, એક્સચેન્જમાં જો કોઈ જૂનું વાહન આપશે તો તેની કંડીશન જોવામાં આવશે અને તેની ઉપરથી નવા હોન્ડા ટુવ્હીલરની ખરીદી ઉપર લાભ આપવામાં આવશે.

હાલની કિંમત

હોન્ડા Activa 5G STD વેરિએન્ટની એક્સ શોરૂમ દિલ્હી કિંમત 55,934 રૂપિયા અને Activa 5G DLX વેરિએન્ટની કિંમત 57,799 રૂપિયા છે. હોન્ડા GRAZIA DRUM બ્રેક વેરિએન્ટની એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 62,025 રૂપિયા GRAZIA DRUM ALLOY વેરિએન્ટની કિંમત 63,955 રૂપિયા અને GRAZIA DISC બ્રેક વેરિએન્ટની કિંમત 66,397 રૂપિયા છે.

READ ALSO

Related posts

લોકડાઉન : ખાનગી ટ્રેનમાં ફરી બૂકિંગ કરાયું બંધ, આ તારીખે ફરી બુકિંગ શરૂ થશે

Nilesh Jethva

Video: ‘હલકટ જવાની’ પર કરીનાના સેક્સી મૂવ્સ, જોતા રહી જશો લાગે છે એટલી હૉટ

Bansari

કોરોના જંગમાં ડોક્ટરની ભૂમિકામાં પરત ફર્યા આ દેશના વડાપ્રધાન, કોરોના સંક્રમિતોની કરશે સારવાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!