GSTV

કોઇ અશ્લીલ કે ધમકીભર્યા મેસેજ કરે તો અહીં કરો ફરિયાદ, ચિંતા છોડો સરકાર જોઇ લેશે

Last Updated on February 23, 2019 by Bansari

કેન્દ્ર સરકારે વૉટ્સએપ પર વાંધાજનક મેસેજ અને ધમકી મેળવાની ફરિયાદ દૂરસંચાર વિભાગમાં કરવાની સુવિધા શરૂ કરી છે. પીડિતોએ ફરિયાદ કરવા માટે મોબાઇલ નંબર સાથે મેસેજનો સ્ક્રીનશૉટ લેવો પડશે. તેને દૂરસંચાર વિભાગની હેલ્પલાઇન પર જારી ઇ-મેલ પર મોકલવાનો રહેશે. તે બાદ વિભાગ કાર્યવાહી કરશે.

પુલવામા હુમલા બાદ ઘણાં લોકોને વૉટ્સએપ પર અપમાનજનક મેસેજ અને ધમકી આપવામાં આવી છે. વિભાગે હેલ્પલાઇન તરીકે ઇ-મેલ આઇડી [email protected] બનાવ્યું છે. જો કોઇને અપમાનજનક, વાંધાજનક, ધમકી અથવા અશ્લીલ મેસેજ મોકલે તો મોબાઇલ નંબર સાથે મેસેજનો સ્ક્રીન શૉટ લઇને તેના પર મોકલો.

વિભાગના કંટ્રોલર કમ્યુનિકેશન્સ આશીષ જોશીએ ટ્વિટ કર્યુ છે કે અમે જરૂરી કાર્યવાહી માટે ટેલિકોમ કંપનીઓ અને પોલીસ પ્રમુખો સાથે વાતચીત કરીશું. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી તરફતી મૉબ લિંચિગના મુદ્દે ઘણીવાર વૉટ્સએપ મેસેજ પર લગામ લગાવાના પગલા લેવા અંગેની વાત કરવામાં આવી છે પરંતુ દૂર સંચાર વિભાગે હેલ્પલાઇન તરીકે ઇ-મેલ આઇડી જારી કરીને નાગરિકના હિતાનો રક્ષાના મામલે બાજી મારી લીધી છે.

કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટંગ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું કે, ડીજીટલીકરણ અને ઇન્ટરનેટના વધતા ઉપયોગ વચ્ચે ભારતે ડિજિટલ પ્લેટફોર્મની સુરક્ષા સુનિશ્વિત કરવી જરૂરી છે. ડિજિટલ મંચોના પાયામાં સાયબર સુરક્ષાનું માળખુ હોવું જોઇએ.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!