GSTV
Business Trending

પંજાબ નેશનલ બેંકની ખાસ સ્કીમ! 250 રૂપિયામાં ખોલાવો અકાઉન્ટ, 15 લાખ રૂપિયાનો થશે ફાયદો: જાણવા માટે કરો ક્લિક

પંજાબ નેશનલ બેંક દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના લઈને આવી છે. આ યોજના દ્વારા તમે દીકરીઓની આવતીકાલને સુરક્ષિત કરી શકો છો. આ યોજનામાં માતા-પિતા કે પછી તેના ગાર્જિયન દીકરીના નામ પર ખાતું ખોલાવી શકે છે.

કેટલા રૂપિયા જમા કરવા પડશે

આ ખાતામાં મિનિમમ ડિપોઝિટ 250 રૂપિયા કરવી પડશે. આ ઉપરાંત તમે મહત્તમ 1,50,000 રૂપિયા સુધીની ડિપોઝિટ કરી શકો છો. આ ખાતું ખોલાવવાથી તમારે દીકરીના અભ્યાસ અને ભવિષ્યમાં થનારા ખર્ચમાંથી ખૂબ રાહત મળશે. તેમાં એક દીકરીના નામે ફક્ત એક જ ખાતું ખોલાવી શકાય છે. બે દીકરી હોય તે બંનેના નામે અલગ અલગ અકાઉન્ટ ખોલાવવું પડશે. તો જાણીએ તેની સાથે જોડાયેલી અન્ય માહિતી.

મેચ્યોરિટી પર મળશે 15 લાખથી વધુ

જો તમે આ સ્કીમમાં દર મહિને ત્રણ હજાર રૂપિયાનું રોકાણ કરો છો એટલે વાર્ષિક 36000 રકમ જમા થવા પર 14 વર્ષ પછી 7.6 ટકાના વાર્ષિક કમ્પાઉન્ડિંગના હિસાબે 9,11,574 રૂપિયા મળશે. 21 વર્ષ એટલે કે મેચ્યોરિટી સુધી આ રકમ 15,22,221 રૂપિયા હશે. ઉલ્લેખનીય છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 7.6 ટકા વ્યાજ આપવામાં આવે છે, જે ઇન્કમ ટેક્સ છૂટ સાથે છે.

ક્યા ખોલાવી શકાય છો અકાઉન્ટ

સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમે પોસ્ટ ઓફિસ અથવા બેંકની કોમર્શિયલ બ્રાંચમાં ખાતું ખોલાવી શકો છો.

આ ડોક્યુમેન્ટ આપવા પડશે

સુકન્યા સમૃદધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માટે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં દીકરીનું બર્થ સર્ટિફિકેટ પણ આપવું પડશે. આ ઉપરાંત બાળકીના માતા-પિતાના ઓળખપત્ર (પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ) અને જ્યાં રહેતા હોય તેનું પ્રમાણપત્ર (પાસપોર્ટ, રેશન કાર્ડ, વીજળીનું બિલ, ટેલીફોન બિલ, પાણી બીલ) જમા કરાવવું પડશે.

Read Also

Related posts

આવી ગયો છે દુનિયાનો પહેલો એવો સ્માર્ટ ફોન, બોડીમાં ચીપકેલા રહશે ઈયરબડ્સ : પાણીમાં પણ નહીં થાય ખરાબ, જાણી લો તેના ધાંસૂ ફિચર્સ

Hardik Hingu

ફાયદાની વાત/ તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ ખોલાવી દો સ્પેશ્યલ એકાઉન્ટ, નિવૃત્તિ પછી દર મહિને મળશે 45 હજાર રૂપિયા

Binas Saiyed

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ

Hardik Hingu
GSTV