3 મહિનામાં જ રૂપિયા 3 લાખની થશે કમાણી, શિયાળામાં આ કરો ખેતી

ખેતીમાં કામ કરવાના ઘાણા વિકલ્પ છે જેનાથી તમે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આ સીઝનમાં બજારમાં લીલા શાકભાજી આવવા લાગે છે. જો તેમાં આપણે જો પાલકની વાત કરીએ આ એક એવી ભાજી છે જેનો ઉપયોગ આખુ વર્ષ  ખાવા માટે કરવામાં આવે છે.  તે સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તમે માત્ર પાલકની ખેતી કરો તો પણ લાખો રૂપિયાનીઆવક મેળવી શકો છો. આ એક એવી ખેતી છે જેમાં ખર્ચ ઓછો આવે છે અને બહુજ  ઓછો સમયમાં સારો નફો મળે છે.

અંદાજે 15 દિવસ પછી ફરી કાપવામાં  યોગ્ય બની જાય છે

પાલકની વાવણી એક વખત કરવામાં આવેતો તેની કાપણી 5-6 વખત કરી શકાય. તેને એક વખત કાપ્યા પછી  તે અંદાજે 15 દિવસ પછી ફરી કાપવામાં યોગ્ય બની જાય છે. તેનુ વાવેતર આખુ વર્ષ કરી શકાય છે. જ્યા પાણીની સિંચાઈની વ્યવસ્થા સારી હોય તે જગ્યાએ પાલકની ખેતી કરી શકાય છે.

પાલકની ખેતી આખુ વર્ષ કરી શકાય

1 હેકટર જમીનમાં 150-250 ક્વિન્ટલ પાલક ઉગાડી શકાય છે. તેને 15-20 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી વેચી શકાય છે. જો પ્રતિ હેક્ટર ઉગાડવાનો ખર્ચ 25 હજાર  રૂપિયાનો ખર્ચ કાઢી લેવામાં આવે તો 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની ભાવે 200 ક્વિન્ટલથી 3 મહિનામાં જ 2 લાખ, 75 હજાર રૂપિયાની કમાણી થઈ જાય છે. પાલકની ખેતી આખુ વર્ષ કરી શકાય છે પરંતુ ફેબ્રુઆરી થી માર્ચ અને નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં તેની  ખેતી માટે સારો રહે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter