GSTV
Home » News » ઘરે બેસશો તો પણ રૂપિયા મળશે, પણ આ કામ કરશો તો જ…

ઘરે બેસશો તો પણ રૂપિયા મળશે, પણ આ કામ કરશો તો જ…

નવી દિલ્હી નગર પાલિકાના વિસ્તારમાં ઈ-કચરાનો નીકાલ કરવા માટે વધુ મહેનત કરવી પડશે નહીં પરંતુ પાલિકાની ગાડી આવીને ઈ-કચરો લઈને જશે અને બદલામાં તમને પૈસા આપીને જશે. એક અધિકારીએ જણાવ્યું કે ઈ-કચરા પ્રબંધન નિયમ-2016 લાગૂ થઈ ચુક્યો છે.

આના પર પાલિકા પહેલેથી જ કામ કરે છે. આ માટે ઘણા બધા ઉપાયો કર્યા છે. લોકોને અ સુવિધા ન ઉભી થાય તે માટે પાલિકાએ મોબાઈલ એપ અને વેબસાઈટના માધ્યમ દ્વારા ઘરેથી કચરો કલેક્શન કરવાની રિક્વેસ્ટ એપ અને વેબસાઈટ દ્વારા કરી શકાય છે.

ત્યાર પછી પાલિકા તરફથી કોઈ એક કર્મચારી તમારા કહેલા સમય પર ઘરેથી કચરો લઈ જશે.તેના બદલે તમારા ખાતામાં નક્કિ કરેલી રકમ તમારા ખાતામાં જમા થઈ જશે. પહેલા નક્કિ કરેલી જગ્યાઓ પરથી જ કચરો લેવાતો હતો અને તે પણ કોલ કરીને ઘરેથી લોવામાં આવતો હતો પરંતુ હવે તે ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. શુક્રવારથી રવિવારનો દિવસ નક્કિ કરવામાં આવ્યો છે અને તેમા પણ બપોરે 12 થી 3.30 સુધી જ આ સુવિધા મળશે. કોઈ પણને કેશ નહીં મળે પરંતુ તેમના એકાઉન્ટમાં જમા થઈ જશે.

શું હોય છે ઈ-કચરો

 ઈ-કચરો એટલે કે વીજળીના અને ઈલેકટ્રોનીક સાધનોનો સમાવેશ થાય છે જે તમે વાપરતા નથી. તેમાં ફ્રિજ, ટીવી, લેપટોપ, માઉસ, ડેટા કેબલ, પ્રિંટર વગેરેનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!