GSTV
Home » News » એલર્ટ! બેન્ક બેલેન્સ ચેક કરી લો, જો 31 મે સુધી એકાઉન્ટમાં આટલા રૂપિયા નહી હોય, તો પડશે સીધો 4 લાખનો ફટકો

એલર્ટ! બેન્ક બેલેન્સ ચેક કરી લો, જો 31 મે સુધી એકાઉન્ટમાં આટલા રૂપિયા નહી હોય, તો પડશે સીધો 4 લાખનો ફટકો

Kisan Vikas Patra

31મે સુધીમાં જો તમારા બેન્ક એકાઉન્ટમાં 342 રૂપિયા રાખવા પડશે. જો તમે આમ નહી કરો તો તમારે ભારે નુકસાન વેઠવું પડી શકે છે. આ ખબર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લેતાં લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાન મંત્રી વીમા યોજના અંતર્ગત લોકોને ઇન્શ્યોરન્સની સુવિધા મળે છે. પરંતુ 31 મે સુધી તમારા બેન્ક એકાઉન્ટમાં હપ્તા તરીકે નહી રાખો તો તમારુ ઇન્શ્યોરન્સ રદ્દ થઇ જશે. નહી તો તમને ચાર લાખ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.

હકીકતમાં કેન્દ્રની  બંને યોજનાઓ અંતર્ગત લોકોને કુલ ચાર લાખનું ઇન્શ્યોરન્સ મળે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત કોઇ એક્સીડન્ટમાં મોત થવા અથવા વિકલાંગ થવા પર 2 લાખ રૂપિયા મળે છે. ત્યાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમો કરાવનારનું મોત થાય તો નોમિનીને બે લાખ રૂપિયાનું કવર મળે છે. જણાવી દઇએ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના દર વર્ષે રિન્યૂ થાય છે.

એકાઉન્ટ બેલેન્સ મેન્ટેન ન થવા પર તમારુ ઇન્શ્યોરન્સ રદ્દ થઇ જશે. સાથે જ બેન્ક એકાઉન્ટ બંધ થવાની સ્થિતીમાં પણ તમારુ ઇન્શ્યોરન્સ રદ્દ થઇ જશે. જણાવી દઇએ કે સ્કીમ અંતર્ગત ફક્ત એક બેન્ક એકાઉન્ટ જ આ યોજના સાથે જોડી શકાય છે.

Read Also

Related posts

સુરતના આ દબંગ કોર્પોરેટરે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સાથે કરી લાફાવાળી

Nilesh Jethva

વગર ડબ્બાએ 10 કિલોમીટર સુધી ચાલતુ રહ્યું એન્જિન, યાત્રીઓના ઉડ્યા હોશ

Kaushik Bavishi

વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીએ પહોંચી, ભયાનક પૂરને કારણે અનેક મંદિરો પાણીમાં

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!