GSTV

ગોલ્ડન ઓફર: થોડાક જ લાખ રૂપિયામાં બની શકે છે વાત, “મંગળ ગ્રહ” ઉપર વિતાવો રાત-દિવસ

આપણું ચંદ્રયાન -2 આગામી 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરશે, તેની સાથે જ લોકોએ અવકાશના બીજા ગ્રહમાં રહેવાનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મંગળ ગ્રહ પર આમ પણ જીવનની આશા વ્યક્ત કરવામાં આવી છે. જો તમે પૃથ્વી સિવાયના કોઈ અન્ય ગ્રહ પર જીવવાનું સપનું જોતા હોવ તો આ સપના ફક્ત 4 લાખ 80 હજાર રૂપિયામાં જ પૂરું થઈ શકે છે.

હવે તમારા મનમાં સવાલ ચોક્કસ થશે કે જો તમને 4 લાખમાં વિદેશમાં ફરવાનું સારું પેકેજ ન મળે તો બીજા ગ્રહ પર જવું કેવી રીતે શક્ય છે? વાસ્તવમાં એક હોલિડે વેબસાઈટ, ટ્રીપ એડવાઈઝરે ધરતી પર જ કૃત્રિમ ગ્રહ તૈયાર કરી લીધો છે. જે એકદમ મંગળ ગ્રહ જેવો જ દેખાય છે.

આ એક આર્ટિફિશિયલ પ્લેનેટ ઉત્તર સ્પેનની ગુફાઓમાં બનાવવામાં આવ્યો છે. કંપની અહીં લોકોને ત્રણ દિવસ અને રાતો વિતાવવા માટે ઓફર આપી રહી છે. જેનું ભાડું લગભગ 4.80 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે. આ મંગળ ગ્રહ ધરતી કરતાં ફક્ત 196 ફૂટની ઉંચાઈ પર છે.

ગ્રહ પર 1.4 કિલોમીટર લાંબી ગુફા બનાવવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છેકે, ગુફામાં બિલકુલ મંગળ ગ્રહ જેવી સ્થિતી જોવા મળશે. અહીં પહોંચ્યા બાદ દુનિયા અને લોકો તમારી પહોંચ કરતાં દૂર થઈ જશે. જણાવી દઈએકે, તેનું ટ્રાયલ થઈ ગયુ છે. અને તેને પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

અમદાવાદ : આ વિસ્તારમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડી નાંખવામા આવ્યા, સ્થાનિકોએ લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

VIDOE: નાળિયેરની અછત સર્જાતાં પ્રધાને નાળિયેર પર ચડીને કરીને પ્રેસ કોન્ફરન્સ, વીડિયો થયો છે વાયરલ

Ankita Trada

શું તમારી પણ ઓછી ઉંચાઈ ઓછી? તો ચિંતા ન કરો, લગ્ન કરવા માટે છો બેસ્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!