GSTV
Home » News » સાદગીનો સંદેશો આપનારા ગાંધીજીના જીવનને તમે 3-D લેસર શોથી જાણી શકશો

સાદગીનો સંદેશો આપનારા ગાંધીજીના જીવનને તમે 3-D લેસર શોથી જાણી શકશો

રાજ્ય સરકારના ગ્રામ ભારતી વિકાસ દ્વારા ગાંધીનગરમાં દાંડી કુટીર પર મહાત્મા ગાંધીના જીવન અંગેનો 3-ડી લેસર શો શરૂ કરવામાં આવ્યો છે. પીએમ મોદી દ્વારા લેસર શોનું લોકાર્પણ થયા બાદ ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના પ્રજાજનો આ લેસર શો નિહાળી શકે તે માટે સરકાર દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરાયું છે. ગ્રામ ભારતી વિકાસ દ્વારા લેસર શોને 3 ભાષામાં રજૂ કરવામાં આવશે. જે અઠવાડિયાના છેલ્લા 3 દિવસ એટલે કે શુક્ર, શનિ અને રવિવાર દરમિયાન ચાલશે. આ શો સાંજે 7થી 7-30 વાગ્યા દરમિયાન હિન્દી અને 8 થી 8-30 વાગ્યા દરમિયાન ગુજરાતીમાં નિહાળી શકાશે. તંત્ર દ્વારા એકસાથે 240 લોકો લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ટિકીટના દર નક્કી ન થાય ત્યાં સુધી લોકોને નિઃશુલ્ક આ થ્રી-ડી શો નિહાળવા મળશે. લેસર શો માટે બ્રીજ પર 60 બેઠકો જ્યારે કે બ્રીજની બંને બાજુ 80-80 બેઠક વ્યવસ્થા ઉભી કરાશે.

Related posts

ચર્ચામાં છે જ્હાન્વીના આ હૉટ ફોટોઝ, ગ્લેમરસ અંદાજ જોતા રહી જશો

Bansari

ગુજરાતના આ ગામના નિયમો છે અલગ, દારૂ પીતા પકડાયા તો આપવી પડશે આવી પાર્ટી

Kaushik Bavishi

વડોદરાના છાણીમાં ઈમારત ધરાશાયી થતાં 5 મજૂરો દટાયા, જર્જરીત થતાં અપાઈ હતી નોટિસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!