GSTV

ગામડાના મકાન પર બેન્કમાંથી સરળતાથી મળી જશે લોન, સરકાર લાવી રહી છે આ ખાસ યોજના

લોન

જો તમારા નામે ગામડામાં મકાન હોય તો તમે તેના આધારે પણ બેન્કમાંથી લોન લેવી હવે સરળ બની જશે. ગ્રામ પંચાયતોના દાયરામાં આવતી આવાસીય સંપત્તિઓનો માલિકી હક આપવાની યોજનામાં ઘણી તેજી આવી છે. ઘણાં રાજ્યો છે જ્યાં હવે ગામડામાં ઘરોમાં ડિજિટલ સરવે શરૂ થઇ ગયો છે.

24 એપ્રિલે લોન્ચ થઇ હતી યોજના

મોદી સરકાર

પીએમ મોદીએ 24 એપ્રિલે પંચાયત રાજ દિવસના અવસરે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. તે દિવસે પીએમે દેશના સરપંચો સાથે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા સંવાદ કર્યો હતો. તે સંવાદ દરમિયાન તેમણે ગામડાના ડિજિટલ સરવે અથવા મેપિંગને લઇને પોતાની વાત કહી હતી. પીએમે કહ્યું હતું કે ડ્રોનની મદદથી ગામડાનો ડિજિટલ મેપ તૈયાર કરવામાં આવશે. આ મેપ તૈયાર થઇ ગયાં બાદ ઘણાં કામ સરળ બની જશે અને લોકોને લાભ પણ થશે.

સંપત્તિ કાર્ડ જારી કરશે સરકાર

તેમણે કહ્યું હતું કે ગ્રામીણ ભારતનો ડ઼િજિટલ મેપ તૈયાર થઇ ગયા બાદ રેસિંડેશિયલ પ્રોપર્ટીના માલિકોને રાજ્ય સરકારો તરફથી સંપત્તિ કાર્ડ મળશે. આ ખૂબ જ કામની વસ્તુ છે. સંપત્તિ કાર્ડના આધારે લોકો બેન્ક પાસેથી સરળથાથી લોન લઇ શકે છે. આ ઉપરાંત આ સંપત્તિ ટેક્સના દાયરામાં પણ આવશે. તેને લઇને ઘણો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

સ્વામિત્વ યોજનાની પાયલટ શરૂઆત

યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં આ યોજનાને પ્રારંભિક રીતે પ્રારંભ કરવામાં આવી રહી છે. કામ કરશે તો અનુભવ આવશે, શુ ભૂલો છે તે ધ્યાનમાં આવશે. જ્યારે તેમાં સુધાર આવશે તો આ યોજના ભારતના દરેક ગામમાં લાગુ કરવામાં આવશે.

Read Also

Related posts

અમરેલીનો સુરવો ડેમ ફરી ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

ડ્રગ્સમાં ગળાડૂબ બોલિવૂડ : શું તારી પાસે માલ છે, સામે આવી નવી ડ્રગ્સ ચેટ, કોડ વર્ડથી સેવ થયા છે અભિનેત્રીઓના નામ

Pravin Makwana

હજુ 5 દિવસ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિગ રહેશે ચાલું, આ વિસ્તારમાં પડશે સૌથી વધુ અસર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!