GSTV

અરે વાહ ! રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ હવે આપ ડાઉનલોડ કરી શકશો આપનું આધાર કાર્ડ, આ રહી એકદમ સરળ રીત

UIDAI

Last Updated on September 21, 2021 by Pravin Makwana

અત્યાર સુધી આપના આધાર કાર્ડને ડાઉનલોડ કરવા માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર પડતી હતી. પણ હવે આવુ થશે નહીં. આપ આપનું આધાર કાર્ડ વગર રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ ડાઉનલોડ કરી શકો છો. આ જાણકારી યુઆઈડીએઆઈ એટલે કે યુનિક આઈડેટિફિકેશન અથોરિટી ઓફ ઈંડિયાએ આપી છે. આ એ લોકો માટે રાહતભરી ખબર છે. જેમણે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી કરાવ્યો. આધાર કાર્ડ ઓળખાણ યુનિક દસ્તાવેજ માનવામાં આવે છે. તેના વગર લોકોને ખૂબ તકલીફોનો સામનો કરવો પડે છે.

આધાર કાર્ડને આવી રીતે ડાઉનલોડ કરો

સૌથી પહેલા યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અને પછી ‘MY Aadhar’ પર ક્લિક કરો. ત્યાર બાદ ‘Order Aadhar PVC Card’ પર ક્લિક કરો. હવે આધાર નંબર અથવા 16 અંકોવાળો વર્ચુઅલ આઈડેંટિફિકેશન નંબર નોંધાવો. ત્યાર બાદ આપવામાં આવેલા સુરક્ષા કેપ્ચા કોડ નોંધો.

આધાર

જો આપનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો, તેના માટે ત્યાં આપેલા વિકલ્પ પર ક્લિક કરો. ત્યાર બાદ વૈકલ્પિક મોબાઈલ નંબર નાખો. હવે ‘Send OTP’ પર ક્લિક કરો. ત્યાર બાદ મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને નાખો. ત્યાર બાદ નિયમ અને શરતો ચેક બોક્સ પર ક્લિક કરો અને પછી સબમિટ બટન દબાવો.

pvc

હવે આપને એક નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. રીપ્રિન્ટીંગના વેરિફિકેશન માટે આપને અહીં પ્રિવ્યૂ આધાર લેટરનો વિકલ્પ મળશે. ત્યાર બાદ આપ મેક પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો. ત્યાર બાદ આપને ડિજીટલ હસ્તાક્ષર તૈયાર રાખવાની છે. પીડીએફ ડાઉનલોડ માટે તે જમા કરાવવું ફરજિયાત છે. અંતમાં SMS દ્વારા સર્વિસ રિક્વેસ્ટ નંબર જનરેટ થશે. આ નંબર દ્વારા આપ એપ્લિકેશન સ્ટેટસને ટ્રેક કરી શકો છો.

READ ALSO

Related posts

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!