GSTV

BIG NEWS : સ્ટોક માર્કેટમાંથી સીધા ખરીદી શકશો શેર, વચેટિયા એજન્ટોને સરકારે બહાર કરી દીધા

માર્કેટ

ભારતમાં માર્કેટ રેગ્યૂલેટર, સેબી દ્વારા ડાયરેક્ટ માર્કેટ એકસેસની મંજૂરી આપી દેવામાં આવી છે. જેને કારણે હવે ગ્રાહકો સીધા શેર બજાર સાથે શેરનો ખરીદ વેચાણનો વ્યવસાય કરી શકશે તેમ જાણવા મળે છે. દેશભરમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જમાં ગ્રાહકો ખરીદ-વેચાણનો વ્યવસાય સીધો સીધો કરી શકતા ન હતા અને એજન્ટ થકી જ શેરનો ખરીદ-વેચાણ વ્યવસાય કરવો પડતો હતો પરંતુ તાજેતરમાં લેવામાં આવેલ આ નિર્ણયને કારણે હવે શેર બજાર સાથે જોડાયેલાં ગ્રાહકો સીધાં સ્ટોક એક્સચેન્જો ખાતે સૌદા કરી શક્શે.

ભારતમાં આ પ્રમુખ સ્ટોક કાર્યરત

ભારતમાં હાલમાં BSE, NSE, MCX જેવા પ્રમુખ સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે. ડાયરેક્ટ માર્કેટ ઍક્સેસ એક પ્રકારનું નાણાકીય બજારો સાથેનું ગ્રાહકનું સીધું જોડાણ છે. જે નાણાકીય બજારના ટ્રાન્ઝેક્શનને પૂર્ણ કરવાનું મુખ્ય કામ કરે છે. એક્સચેંજ એ બજારોમાં ગોઠવાયેલા અન્ય બજારો છે જ્યાં શેરો, ચીજવસ્તુઓ, ડેરિવેટિવ્ઝ અને અન્ય નાણાકીય સાધનોનો વેપાર થાય છે. વિશ્વમાં એવા કેટલાક જાણીતા એક્સચેન્જો છે જેમાં ડી.એમ.એ. પદ્ધતિ અત્યારે કાર્યરત છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેંજ (એનવાયએસઇ), નાસ્ડેક અને લંડન સ્ટોક એક્સચેંજ (એલએસઈ) આજે ડી. એમ. એ. ની સેવાઓ તેમના ગ્રાહકોને પૂરી પાડી રહી છે.

હાલમાં એક બ્રોકર અથવા ડીલરો ગ્રાહકોને લે-વેચની તથા ગ્રાહક ઉપયોગી અન્ય સગવડો પૂરી પાડી રહ્યાં છે. જે આગામી દિવસોમાં એક્સચેન્જ દ્વારા પૂરી પાડવામાં આવશે. ડી.એમ.એ. પદ્ધતિને કારણે હાલમાં કાર્યરત બ્રોકરોનો કપરો સમય આવી શકે છે. હાલમાં નાણાકીય બજારોના કુલ વેપારમાં 63% જેટલો વેપાર આ રજિસ્ટર્ડ બ્રોકરોના માધ્યમથી ધમધમી રહ્યો છે.સિક્કાની બીજી બાજુ એવી વાત છે કે હાલમાં બ્રોકરો/ડીલરો તેમનાં ગ્રાહકોને જે સેવાઓ આપી રહ્યાં છે એ જ પ્રકારની વ્યક્તિગત સેવાઓ એક્સચેન્જ આપી શકશે કે કેમ? તે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે.

Read Also

Related posts

કોરોના/ સરકારી આંકડાઓને સાચા માનીને બિન્ધાસ્ત ફરતાં હોવ તો વાંચી લેજો, આ એક જ શહેરમાં 1322ના થયા છે મોત

Bansari

વરસાદ/ દક્ષિણ ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની નૉનસ્ટોપ બેટિંગ, ખેડૂતો ચિંતિત

Bansari

સોના-ચાંદીના ભાવો થયો ઘટાડો, ભારતમાં 50 હજાર રૂપિયાથી નીચે આવી શકે છે કિંમત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!