GSTV
News Trending World

પાકિસ્તાનમાં ભેંસ કરતાં સસ્તાં વેચાય રહ્યા છે સિંહ, આખરે કેમ થયું આવું?

શ્રીલંકા પછી પાકિસ્તાનમાં પણ આર્થિક મંદી પગ કરી રહી છે. આમ તો પાકિસ્તાનની સ્થિતિ ઘણા સમયથી ખરાબ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની ગતિમાં વધારો થયો છે. પેટ્રોલ 234 રુપિયે મળવા લાગ્યું છે અને ફૂગાવાનો દર 20 ટકાની નજીક આવી ગયો છે. વિદેશી હુંડિયામણ 9 અબજ ડોલર જેટલું જ રહયું છે. પાકિસ્તાન ચા ની ખૂબ આયાત કરે છે આથી હુંડિયામણ બચાવવા ચા ઓછી પીવાની પણ લોકોને વિનંતી કરવામાં આવી છે.  નિષ્ણાતો માને છે કે હાલમાં જ પાકિસ્તાનની સ્થિતિ જોવા મળી રહી છે તે હિમશીલાના ટોપકા સમાન છે હજુ આખો પહાડ દેખાવાનો બાકી છે. 

પાકિસ્તાનના  લાહોરનું એક પ્રાણી સંગ્રહાલય તેને ત્યાં રહેલા કેટલાક આફ્રિકી સિંહ 1.50 લાખ રુપિયાની નજીવી કિંમતે વેચવા માટે તૈયાર થયું છે. એક સિંહની આ કિંમત એટલી સસ્તી ગણાય છે કે આના કરતા તો ભેંસની કિંમત વધારે હોય છે. સામાન્ય રીતે ભેંસની કિંમત 1 લાખથી માંડીને 3 લાખ સુધીની હોય છે. 142 એકરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયમાં 40 આફ્રિકી સિંહો છે જેમાંથી 16 કાઢી નાખવા ઇચ્છે છે. તેમાથી જે આવક થાય તેનો ઉપયોગ કેટલાક પેન્ડિંગ કામોના ખર્ચમાં કરવા માંગે છે. 

આર્થિક મંદીના પગલે ઝુ ના મુલાકાતીઓ અને આવકમાં ધરખમ ઘટાડો થયો છે. અગાઉ પણ એક વાર ઝુના ખર્ચા પાણી કાઢવા એક વાર સિંહ વેચવામાં આવ્યા હતા. કોવિડ મહામારી પછી ઝુની પરીસ્થિતિ વધારે ખરાબ થઇ છે. આવક આવી નહીને ખર્ચા યથાવત રહયા હતા. જો કે પાકિસ્તાન જ નહી દુનિયા ભરના ઝુ  માં આવકમાં ઘટાડો થયો છે . પાકિસ્તાનમાં મંદીએ લાહોરના સફારી પાર્કને પડતા પર પાટુ મારવા જેવું થયું છે. 

Related posts

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda
GSTV