GSTV

આલિશાન ઘર ખરીદો: મનની શાંતિ જોઈતી હોય તો રણની વચ્ચોવચ બનેલું આ ઘર ખરીદી શકો, મળશે તમામ સુવિધા, કોઈ નહીં કરે ડિસ્ટર્બ

Last Updated on September 14, 2021 by Bansari

ઘણી વાર લોકોને કેટલાય પ્રકારની સુવિધા હોય છે, તેમ છતાં પણ મનને શાંતિ નથી મળતી. અમુક લોકો પાસે બધુ જ હોવા છતાં એકલા રહેવાનું પસંદ કરતા હોય છે. આપણા બધા શહેરીજીવનને પસંદ કરીએ છીએ, પણ ક્યારેક ક્યારેક એ પણ બોઝ લાગવા લાગે છે. એક શહેરમાં રહેવાના પોતાના ફાયદા છે. પણ રહેવાથી વધારે ઘણી વાર આપને સમય, કામની ચિંતા સતાવતી હોય છે. તેથી ઘણી વાર એવુ વિચારતા હોય છીએ કે, આ ઝંઝટમાંથી છૂટીને ક્યાંક દૂર શાંતિની લાઈફ વિતાવીએ.

ક્યાં આવેલુ છે આવું ઘર

પણ આપને જોઈતી આવી જગ્યા પણ દુનિયામાં આવેલી છે. જી હા…અમેરિકાના કેલિફોર્નિયામાં આવુ જ ઘર છે, જ્યાં આપને એકદમ શાંતિ મળશે. કેલિફોર્નિયામાં મોઝાવે રણની વચ્ચોવચ આ ઘર બનાવેલુ છે.

આ ઘરને એલ સિમેંટો ઉનો કહેવાય છે. જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. આવા ઘરને બનવામાં ઘણી વખત આખી જીંદગી પણ નિકળી જતી હોય છે.

આ ઘરને જેને ડિઝાઈન કર્યુ છે તે URBARC કંપનીના જણાવ્યા અનુસાર આ બોલ્ડર પર આધારિત છે. જે અલ્ટીમેટ પ્રાઈવેસીની સાથે શાનદાર પાર્ક્સ જેવો અનુભવ આપે છે. કુડ પ્રોપર્ટીએ તેને વેચાણ માટે રાખ્યુ છે.

URBARCએ હાલમાં જ સો. મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર ઘરની અમુક તસ્વીરો શેર કરી હતી, જેની કિંમત છ 12.9 કરોડ રૂપિયા. આ ઘર પાંચ એકરમાં દૂરના રણના વિસ્તારમાં આવેલુ છે.

જ્યાંથી બજાર અને આજૂબાજૂના વિસ્તાર તમને ક્યાંય નહીં દેખાય. આ ઘરમાં રહેવા માગતા લોકો જો કોઈને મળવુ હશે, અથવા તો ઘરનો સામાન ખરીદવો હશે, તો ગાડીમાં બેસીને જવું પડશે.

કેટલી સુવિધાઓ હશે

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ઘર RSG3D બિલ્ડીંગ સિસ્ટમનો ઉપયોગ કરીને બનાવ્યુ છે, જે કોંક્રિટ અને ફોમથી બનેલા ઈંસુલેટેડ 3ડી પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરમાં એક બિલ્ટ ઈન લાઈબ્રેરી અને રીડીંગ કોર્નર પણ આપ્યો છે.

ઘરનું નિર્માણ જૂન 2021માં શરૂ થયું હતું. જો આપને પણ આ ઘર જોઈતું હોય તો, આપને સારો એવો ખર્ચો કરીને આ ઘર આપના નામે કરી શકો છો.

READ ALSO

Related posts

E-Auction / જો તમે પણ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક અને ખરીદવા ઈચ્છો છો તેમના સાથે જોડાયેલી વસ્તુઓ તો બનો આ E-Auctionનો ભાગ…

Zainul Ansari

Diabetes : ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય અવગણવા ન જોઈએ આ 5 લક્ષણો, મોટી સમસ્યાની છે નિશાની

Vishvesh Dave

ફૂડ ડિલિવરી / શું સ્વિગી અને ઝોમેટો જેવા એપ્સ પરથી ફૂડ મંગાવવો મોંઘો થયો? જાણો નાણામંત્રીએ શું કહ્યું

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!