GSTV
Gujarat Government Advertisement

આંખ બંધ કરી તમાશો જોવાની નીતિ: હાઈકોર્ટે મોદી સરકારની ધૂળ કાઢી નાખી, દેશની સ્થિતિ જોઈ તમે આંખે પટ્ટી બાંધી શકો, અમે નહીં

Last Updated on May 5, 2021 by Pravin Makwana

રાજાધાની દિલ્હીમાં એક તરફ કરોના વાયરસ કાળો કહેર મચાવી રહ્યો છે, મંગળવારે ફરી અક વખત દિલ્હી હાઇકોર્ટમાં આ મુદ્દે સુનવણી થઇ. દિલ્હી હાઇકોર્ટે ફરી એક વખત ઓક્સિજનની અછતને લઇને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે આ અંગે ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને કહ્યું કે દેશમાં જે સ્થિતિ છે તેને જોઇને તમે આંધળા થઇ શકો છો, અમે નહીં. અમે લોકોને મરતા નથી જોઇ શકતા. હાઇકોર્ટે આગળ કહ્યું કે કેન્દ્રએ તો આંખો પર પટ્ટી બાંધી લીધી છે, પરંતુ અમે આવું નહીં કરી શકીએ.

સુનવણી દરમિયાન હાઇકોર્ટમાં આમિક્સ ક્યૂરીએ જાણકારી આપી કે દિલ્હીમાં લોકો ઓક્સિજનની અછતના કારણે મરી રહ્યા છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં ઓક્સિજનની માંગ અત્યારે ઓછી હોય તો, ત્યાંના થોડા ટેન્કરો દિલ્હીને આપી શકાય. કેન્દ્રએ તેના જવાબમાં જણાવ્યું કે અમે આજે સુપ્રીમ કોર્ટમાં અમારી અનુપાલન રિપોર્ટ દાખલ કરીશું, અમે એ તથ્ય પર નહીં જઇએ કે ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની પૂત કરવી છે કે ગેસના બીજા ક્વોટાને પુરા કરવા છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન આપવાનું કહ્યું છે, તેવામાં તેને એટલો જથ્થો મળવો જોઇએ.

કોરોના

દિલ્હી સરકારે કેન્દ્ર પર આરોપ લગાવતા કહ્યું કે ઓક્સિજનની સપ્લાઇ અને ટેંકરોનો સરખો ઉપયોગ નથી થઇ રહ્યો. તો સામેકેન્દ્ર સરકાર દિલ્હી હાઇકોર્ટને જાણકારી આપી કે ગઇકાલે જ દિલ્હીને ઓક્સિજનના ૧૨ વધારાના ટેંકર આપવામાં આવ્યા છે. આ તરફ દિલ્હી સરકારનું કહેવું છે કે ઓક્સિજનની અછતના કારણે દિલ્હીના લોકો મરી રહ્યા છે અને કેન્દ્ર તરફથી પુરતો ઓક્સિજન મળતો નથી. સુનવણી દરમિયાન બંને પક્ષઓ વચ્ચે ગરમાગરમી જોવા મળી જ્યાર બાદ અદાલતે હસ્તક્ષેપ કરવો પડયો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારતમાં રસીના બંને ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું તો બ્રિટને ઘટાડ્યું, હવે આટલા અઠવાડિયા પછી લાગશે બીજો ડોઝ

Bansari

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!