કરોડપતિ બનવા માટે ગેરન્ટીવાળો એક વિકલ્પ છે PPF. જે તમને કરોડપતિ બનવામાં પણ મદદ કરી શકે છે. જો તમે PPF માં નાણાકિય અનુશાનની સાથે રોકાણ કરશો તો, તમે લાંબા સમયમાં કોરડપતિ બની શકો છો. હીં PPF ને એટલા માટે પસંદ કરવામાં આવી છે. કારણ કે, તેના પર સરકાની ગેરંન્ટી અને બીજા ટેક્સમાં છુટ પણ આપવામાં આવી છે. PPF માં લાંબા સમય સુધી રોકાણ કરી તમે કરોડપતિ બની શકો છો. જો કે, તે પૂર્ણ રીતે તમારા પર આધાર રાખે છે કે, તમે દર મહિને કેટલી રકમ તમારા PF ખાતામાં રોકાણ કરો છો. તેનો મતલબ છે કે, જેટલા લાંબા સમય સુધી તમે રોકાણ કરશો તો કરોડપતિ બનવાની વધારે આગળ જઈ શકો છો.
PPF નો ફંડો
આ એક ખૂબ જ પોપ્યુલર રોકાણ ઈન્સ્ટ્રમેન્ટ્સ છે. જેમાં તમે વર્ષમાં વધારેમાં વધારે 1.50 લાખ રુપિયાનું રોકાણ કરી શકો છો. PPF માં રોકાણ પર ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ ટેક્સમાં છૂટ મળી શકે છે. જેની મેચ્યોરિટીનો સમયગાળો 15 વર્ષનો હોય છે. જોકે, તમે તે બાદ પણ 5-5 વર્ષના સમયગાળાના રુપમાં ઘણી વખત રોકાણ ચાલુ રાખી શકો છો. જેમાં પણ તમને વ્યાજ મળશે.
કેવી રીત બનશો કરોડપતિ
આ રોકાણ ત્યારે જ સરળ બનશે જ્યારે તમે નોકરીની શરૂઆતમાં જ PPFમાં રોકાણ કરવાની શરૂઆત કરી દેતા હોય. ઉદાહરણ તરીકે જો તમે નોકરીની શરુઆતમાં દર મહિને 4585 રુપિયાનું રોકાણ સતત કરતા રહો છો તો, તમે 35 વર્ષમાં કરોડપતિ બની જશો. તે પણ ત્યારે સંભવ છે જ્યારે તમને PPF માં કરેલ રોકાણનું ઓછામાં ઓછા 7.9 ટકા વ્યાજ મળતુ રહે.
જલ્દી કરોડપતિ બનવા અપનાવો આ ઉપાય
જો તમે થોડા પહેલા કરોડપતિ બનાવ માગો છો તો, તમે દર મહિને PPF માં રોકાણ વધારીને 6,945 રુપિયા કરવાની રહેશે. ત્યારે તમે વધારે 5 વર્ષ પહેલા એટલે કે, 30 વર્ષમાં કરોડપતિ બની શકો છે. કેલ્ક્યુલેશન પ્રમાણે, આ રીતે 23 વર્ષમાં કરોડપતિ બનવા માટે તમારે દર મહિને PPF માં 12,500 રુપિયાનું રોકાણ કરવાનું રહેશે.
READ ALSO
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ