GSTV
Business Trending

તમે પણ ખરીદી શકો છો સસ્તામાં સોનું; SBI આપી રહી છે આ ખાસ તક, અહીં જાણો રોકાણ કરવાની રીત

સોનુ

આજના યુગમાં તમારી પાસે રોકાણ કરવા માટે ઘણા બધા વિકલ્પો છે, તમારી પોતાની રીતે અને ઈચ્છાથી તમે શ્રેષ્ઠ જગ્યાએ રોકાણ કરીને લાભ લઈ શકો છો. મોટાભાગના લોકો લગ્નો અને તહેવારો દરમિયાન ફિઝિકલ સોનું ખરીદવાનો આગ્રહ રાખે છે, પરંતુ તેની શુદ્ધતા અંગે હંમેશા ચિંતા રહે છે. પરંતુ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સોનું ખરીદવાથી આવી ચિંતાઓ દૂર રહે છે. જો તમે સસ્તામાં સોનું ખરીદવા માંગો છો, તો તમારી પાસે એક મોટી તક છે, જેના હેઠળ તમે ઘરે બેઠા સસ્તામાં સોનું ખરીદી શકો છો.

સોનું

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની આઠમી શ્રેણી 2021-22 હેઠળ, તમને 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી સોનામાં રોકાણ કરવાની તક મળશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના ગ્રાહકોને આ બોન્ડમાં રોકાણ કરવાની તક આપી રહી છે. જો તમે તેમાં રોકાણ કરવાની રીતને લઈને ટેન્શન લઈ રહ્યા છો, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને જણાવીશું કે તમે આ અંતર્ગત કેવી રીતે રોકાણ કરી શકો છો.

SBIએ ટ્વીટ કરીને આપી માહિતી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ટ્વિટ કર્યું છે કે, સોનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, SBI ગ્રાહકો ઈ-સર્વિસ http://onlinesbi.com હેઠળ આ બોન્ડ્સમાં રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ વખતે સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડની કિંમત 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. આ યોજના હેઠળ, જો તમે ઓનલાઈન અરજી કરો છો અથવા ડિજિટલ પેમેન્ટ કરો છો, તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

SBI દ્વારા રોકાણની રીત

  • સૌથી પહેલા તમારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નેટ બેંકિંગ એકાઉન્ટથી લોગીન કરવું પડશે.
  • ઈ-સર્વિસીસ પર ક્લિક કરીને, તમારે સોવરીન ગોલ્ડ બોન્ડના વિકલ્પ પર જવું પડશે
  • તમે તમામ નિયમો અને શરતો સાથે સંમત થતા આગળ વધવા માટે ક્લિક કરો
  • આ પછી, તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને સબમિટ કરવું પડશે

અરજદારનો PAN નંબર ફરજિયાત

આરબીઆઈની સૂચના મુજબ, દરેક અરજીની સાથે આવકવેરા વિભાગ દ્વારા રોકાણકારને જારી કરાયેલ ‘પાન નંબર’ હોવો જોઈએ, કારણ કે અરજદારનો પાન નંબર ફરજિયાત છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેમાં રોકાણ કરવા માટે ઘણા વિકલ્પો આપે છે. તેમાં બેન્ક શાખાઓ, પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL) દ્વારા રોકાણ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, રોકાણકારોએ આ માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે.

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની સીરિઝ VIII માટેનું સબસ્ક્રિપ્શન આવતીકાલ નવેમ્બર 29થી શરૂ થાય છે અને 3 ડિસેમ્બર, 2021ના રોજ બંધ થશે. બોન્ડ જારી કરવાની તારીખ 7 ડિસેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે.

ALSO READ

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV