GSTV

સારી આદતોને અપનાવીને તમે પણ જમા કરી શકો છો વધારે પૈસા, આ રીતે કરો નાણાકીય આયોજન

Last Updated on July 27, 2020 by Karan

આજના મોંઘવારી ભરેલા સમયમાં મધ્યમ વર્ગના પરિવાર માટે બચત કરવી એ સરળ વસ્તુ નથી. મધ્યમ વર્ગના પરિવારમાં હંમેશાં જોવામાં આવે છે કે તેઓ પુરા પ્રયાસ કરવા છતાં પૈસા બચાવવામાં અસમર્થ હોય છે. તેથી જ નાણાકીય આયોજન ખૂબ મહત્વનું છે. નાણાકીય આયોજન કરીને તમે ભવિષ્ય માટે નાણાં બચાવી શકો છો. તો ચાલો જાણીએ કે તમે ભવિષ્ય માટે પૈસા કેવી રીતે બચાવી શકો છો.

સમયસર રોકાણ કરવાનું શરૂ કરો

શું તમે જાણો છો કે યોગ્ય સમયે કરવામાં આવેલું તમારું રોકાણ ભવિષ્યમાં તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. તમે વીમા પોલિસીમાં રોકાણ કરો છો. તમે સારી પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરી શકો છો. તમામ પોસ્ટ ઓફિસ યોજનાઓ કેન્દ્ર સરકાર ચલાવે છે. તેથી તેઓ સંપૂર્ણપણે સલામત છે. તમારા પૈસા આનાથી ડૂબશે નહીં અને તમને ભવિષ્યમાં સારો નફો પણ મળશે. સારી જગ્યાએ રોકાણ કરવામાં ક્યારેય વિલંબ ન કરવો.

તમારી આવકનો 70 ટકા ખર્ચ કરો

નિષ્ણાત માને છે કે વ્યક્તિએ તેની કમાણીનો 70 ટકા ખર્ચ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ તેમની કમાણીમાંથી દર મહિને થોડી બચત કરવી જોઈએ. જો તમને અચાનક પૈસાની જરૂર પડે તો તમને મુશ્કેલી નહીં થાય. જે લોકો આવું કરે છે તેમને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

સમયાંતરે સમીક્ષા કરો

જો તમે કોઈ યોજનામાં રોકાણ કર્યું છે, તો પછી તમે સમય સમય પર તેની સમીક્ષા કરતા રહો. નિયમિત સમીક્ષાઓ કરતા રહેવાથી તમે વળતર સંબંધિત બધી માહિતીની જાણ રહેશે.

READ ALSO

Related posts

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!