GSTV

Ration Card / જો તમને પણ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન તો તરત જ આ નંબરો પર કરો ફરિયાદ

Last Updated on November 25, 2021 by Vishvesh Dave

રાશન કાર્ડ એક એવો દસ્તાવેજ છે, જેના દ્વારા તમને સસ્તામાં રાશન મળે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ડીલરો રેશનકાર્ડ ધારકોને રાશન આપવા આનાકાની કરે છે અથવા તો વજન કરતા ઓછું રાશન આપે છે. જો તમારી સાથે પણ આવું કંઈક બને તો જરાય ચિંતા ન કરો. સરકાર દ્વારા રાજ્યવાર હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. જો તમને પણ ઓછું રાશન મળી રહ્યું છે, તો તમે આ નંબરો પર સંપર્ક કરી શકો છો અને ડીલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.

ration

સરકારે ભ્રષ્ટાચાર ઘટાડવા અને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે ફરિયાદ હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે જેથી કરીને સબસિડીવાળુ રાશન ગરીબો સુધી પહોંચે. જો કોઈપણ રાશનકાર્ડ ધારકને તેમનો ભોજનનો ક્વોટા ન મળતો હોય, તો તેઓ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર કોલ કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે.

આ લિંક પર કરો વિઝીટ

તમે તમારા રાજ્યના ટોલ ફ્રી નંબર નેશનલ ફૂડ સિક્યુરિટી પોર્ટલની આ લિંક https://nfsa.gov.in/portal/State_UT_Toll_Free_AA પર જઈને તમામ રાજ્યના નંબર મેળવી શકો છો. અવારનવાર એવું જોવા મળ્યું છે કે રાશનકાર્ડ માટે અરજી કરવા છતાં ઘણા લોકોને મહિનાઓ સુધી રાશનકાર્ડ મળતું નથી. આવી સ્થિતિમાં તે આના દ્વારા સરળતાથી તેની ફરિયાદ પણ કરી શકે છે.

રાજ્યવાર ફરિયાદ હેલ્પલાઇન નંબર

આંધ્રપ્રદેશ – 1800 425 2977

અરુણાચલ પ્રદેશ – 03602244290

આસામ – 1800 345 3611

બિહાર – 1800 3456 194

છત્તીસગઢ – 1800 233 3663

ગોવા – 1800 233 0022

ગુજરાત – 1800 233 5500

હરિયાણા – 1800 180 2087

હિમાચલ પ્રદેશ – 1800 180 8026

ઝારખંડ – 1800 345 6598, 1800 212 5512

કર્ણાટક – 1800 425 9339

કેરળ – 1800 425 1550

મધ્યપ્રદેશ – 181

મહારાષ્ટ્ર – 1800 22 4950

મણિપુર – 1800 345 3821

મેઘાલય – 1800 345 3670

મિઝોરમ – 1860 222 222 789 1800 345 3891

નાગાલેન્ડ – 1800 345 3704 1800 345 3705

ઓરિસ્સા – 1800 345 6724 / 6760

પંજાબ – 1800 3006 1313

રાજસ્થાન – 1800 180 6127

સિક્કિમ – 1800 345 3236

તમિલનાડુ – 1800 425 5901\

તેલંગાણા – 1800 4250 0333

ત્રિપુરા – 1800 345 3665

ઉત્તરપ્રદેશ – 1800 180 0150

ઉત્તરાખંડ – 1800 180 2000, 1800 180 4188

પશ્ચિમ બંગાળ – 1800 345 5505

દિલ્હી – 1800 110 841

જમ્મુ – 1800 180 7106

કાશ્મીર – 1800 180 7011

આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહો – 1800 343 3197

ચંદીગઢ – 1800 180 2068

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ – 1800 233 4004

લક્ષદ્વીપ – 1800 425 3186

પુડુચેરી – 1800 425 1082

આ રીતે બનાવડાવી શકો છો રાશન કાર્ડ

સૌ પ્રથમ, તમારે તમારા સંબંધિત રાજ્યની સત્તાવાર સાઇટ પર જવું પડશે. રાશનકાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ આઈડી પ્રૂફ તરીકે આપી શકાય છે. જો આ ન હોય તો સરકાર દ્વારા આપવામાં આવેલ કોઈપણ આઈ કાર્ડ, હેલ્થ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ આપી શકાય છે. તમારે રાશન કાર્ડ માટે અરજી કરવાની સાથે પાંચથી 45 રૂપિયા ચૂકવવા પડશે. અરજી સબમિટ કર્યા પછી, તેને ફીલ્ડ વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે. અધિકારી ફોર્મમાં ભરેલી માહિતીની ચકાસણી કરે છે.

ALSO READ

Related posts

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana

Health/ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે શક્કરિયા, દરરોજ ખાવાથી થશે આ 7 અદ્ભુત ફાયદા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!