GSTV

યોશિહિદે સુગા બન્યા જાપાનનાં નવા પ્રધાનમંત્રી, Tweet કરીને PM મોદીએ આપ્યા અભિનંદન

જાપાનની સંસદના નીચલા ગૃહ દ્વારા યોશિહિદે સુગા વડાપ્રધાન પદ માટે ચૂંટાયા છે. તેઓ બુધવારે ટોક્યોમાં વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ રીતે, સુગા છેલ્લા 8 વર્ષમાં દેશના નવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંઝો આબેએ તબિયત ખરાબ હોવાને કારણે વડાપ્રધાન પદ છોડવાની જાહેરાત કરી હતી.  71 વર્ષીય સુગા શિંઝો એબેના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે અને જાપાનના રાજકારણમાં તેમને આબેનો જમણો હાથ પણ કહેવામાં આવે છે.

PM મોદીએ અભિનંદન પાઠવ્યા

PM મોદીએ યોશિહિદે સુગાને જાપાનના નવા વડા પ્રધાન તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા હતા. PMએ ટ્વીટ કરીને કહ્યુકે, નવા પ્રધાનમંત્રી નિયુક્ત થવા પર તેઓ તેમને હાર્દિક શુભકામના આપે છે. પીએમ મોદીએ કહ્યું કે તેમને આશા છે કે બંને દેશો તેમના વિશેષ વ્યૂહાત્મક સંબંધો અને વૈશ્વિક ભાગીદારીને નવી ઉંચાઈ પર લઈ જશે. ચૂંટણી પૂર્વે સુગાએ ઘોષણા કરી દીધી છે કે તેઓ શિંઝો આબે સરકારની ઘણી નીતિઓ ચાલુ રાખશે. જાપાનમાં શિન્ઝોની આર્થિક નીતિઓને ‘આબેનોમિક્સ’ કહેવામાં આવે છે.

314 મતો સુગાને મળ્યા

યોશિહિદ સુગા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે. સંસદના નીચલા ગૃહમાં 462 લોકોએ વડા પ્રધાન પદના નેતાની પસંદગી માટે મત આપ્યો. તેમાંથી 314 મતો સુગાએ જીત્યા હતા. આ પહેલા સોમવારે તેમની પાર્ટીમાં સુગાનો વિજય થયો હતો. વડા પ્રધાન પદની રેસમાં તેમણે તેમના પક્ષના બે હરીફોને પરાજિત કર્યા હતા.

સુગા કોણ છે

સુશી આબેની સરકારમાં યોશિહિદે કેબિનેટ સચિવ હતા. 71 વર્ષનાં સુગા એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને જાપાનની સત્તાનાં સર્વોચ્ચ ટોચ સુધી પહોંચવાની વાર્તા રોમાંચક છે. સુગાનો જન્મ સ્ટ્રોબેરીની ખેતી કરતાં એક ખેડૂતને ત્યાં થયો હતો. રાજકારણમાં સુગાએ રાજકારણમાં પોતાનો માર્ગ જાતે બનાવ્યો. આ પહેલા, તેણે કાર્ડબોર્ડ ફેક્ટરીમાં નોકરી કરી હતી, માછલી બજારમાં કામ કર્યુ હતુ. પછી તે જાપાનના કોર્પોરેટ જગતમાં આવ્યો. તેની પહેલી ચૂંટણી લડવામાં, યોશિહિદે સુગા એટલું ચાલ્યા હતા કે તેના 6 જોડી જૂતા ઘસાઈ ગયાં હતાં.

નવા વડાપ્રધાન તરીકે પુષ્કળ પડકારો

નવા વડાપ્રધાન સુગાની સામે પડકારોની ભરમાર છે. તેની પાસે રાજદ્વારી અનુભવનો અભાવ છે. આ સિવાય તેઓએ ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તનાવ સાથે સમાધાન કરવું પડશે. 3 નવેમ્બરના રોજ યુ.એસ.માં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ, તેમણે નવા રાષ્ટ્રપતિ સાથેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવાના અને જાપાન-ચીન સંબંધોને લઈને જાગ્રત રહેવું પડશે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!