GSTV
Gujarat Government Advertisement

જાપાનમાં આબેનું સ્થાન આ નેતા લેશે, એક સમયે હતા આબેના પોલિસી કોઓર્ડિનેટર અને સલાહકાર

Last Updated on September 14, 2020 by Mansi Patel

જાપાનમાં આગામી વડાપ્રધાન યોશિદે સુગા બનશે. સુગા વડાપ્રધાન શિંઝો આબેના અનુગામી બનશે. સુગાએ શિંઝો આબે સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે. જાપાનમાં સત્તારૂઠ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની આગેવાની હેઠળની ચૂંટણીમાં યોશીદે સુગાની જીતી થઈ છે. આબેના કાર્યકાળ દરમિયાન 71 વર્ષીય સુગાએ ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે.

લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય યોશીદે સુગા પક્ષના કોઈ જૂથ સાથે સંકળાયેલા નથી. સુગાને આબેની નીતિઓને આગળ વધારી શકે તેવા વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે. આ નીતિઓમાં અમેરિકા સાથે જાપાનનું સુરક્ષા મૈત્રી, કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવું અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. નવી સરકારની મહત્ત્વની નીતિઓ વિશે પૂછવામાં આવતા સુગાએ ઉલ્લેખ કર્યો હતો કે, કોરોના વાયરસના રોગનો સામનો કરવો એ સૌથી મોટો પડકાર હશે.

સ્વાસ્થ્યનાં કારણોસર જાપાનનાં વડા પ્રધાન શિંઝો આબેએ થોડા દિવસો પહેલા આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જાપાનના લાંબા સમય સુધી મુખ્ય કેબિનેટ સચિવ રહી ચૂકી છે સુગા મૃદુભાષી યોશીદે સુગા જાપાનમાં લાંબા સમય સુધી મુખ્ય કેબિનેટ સચિવ રહી ચૂક્યા છે. તે આબેના પોલિસી કોઓર્ડિનેટર અને સલાહકાર પણ રહી ચૂક્યા છે.

એક સમયે સુગાએ અમલદારશાહી પર નીતિઓ લાગુ કરવા જોરશોરથી ભાર આપ્યો હતો, તેથી તેઓ વડાપ્રધાન કાર્યાલયની કેન્દ્રીય શક્તિઓનો મુખ્ય ધ્યેય રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ નીતિઓને કારણે સુગાને ગયા વર્ષે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ અંહે એક અખબારના પત્રકારે તેમને આબેની નીતિઓની ટીકા અંગે સખત પ્રશ્નો પૂછ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!