SP-BSPના ગઠબંધનને યોગીજીએ કહ્યું કે આં તો અવસરવાદી અને જાતિવાદી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી અને બહુજનસમાજવાદી પાર્ટીના ગઠબંધનને જાતિવાદી અને અવસરવાદી ગણાવ્યુ છે. બે ભ્રષ્ટ પાર્ટી વચ્ચે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન થયું છે. જે યોગ્ય શાસન અને વિકાસ નથી ઈચ્છતા. ઉત્તર પ્રદેશની જનતા બધુ જાણે છે. ચૂંટણીમાં જનતા બસપા અને સપાને જવાબ આપશે. સીએમ યોગી બાદ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ પણ સપા અને બસપાનું ગઠબંધન ભ્રષ્ટ ગણાવ્યુ હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter