GSTV
Home » News » યોગીના મંત્રીની ભવિષ્યવાણી મોદી બીજી વખત વડાપ્રધાન નહીં બને, બહેનજીનો દાવો સૌથી મજબૂત

યોગીના મંત્રીની ભવિષ્યવાણી મોદી બીજી વખત વડાપ્રધાન નહીં બને, બહેનજીનો દાવો સૌથી મજબૂત

સુભાસપાના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી ફરી વખત વડાપ્રધાન નહીં બની શકે. હવેના વડાપ્રધાન દલિત વર્ગના હશે. તેમણે કહયું કે વડાપ્રધાન બનવા માટે માયાવતીનો દાવો સૌથી મજબૂત છે, કારણ કે તેનું કામ બોલે છે.જો જરૂર પડશે તો હું પણ તેમને ટેકો આપીશ. તે કહે છે કે ન તો તેમને મહાગઠબંધનનો સાથ છે કે ન તો એનડીએનો સાથ.

મને ભાજપના હારવાની કોઇ પરવા નથી.તે કહે છે કે આ વખતે ૧૧૯ દલિત સાંસદ બનશે અને ઓછી બેઠકો હોવા છતાં પણ દલિત હોવાથી માયાવતીનો કોઇ વિરોધ કરી નહી શકે. યોગી સરકારના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે લોકસભાની ચૂંટણીના સાતમા તબકકામાં પૂર્વાંચલની ૩ બેઠકો પર વિપક્ષી ઉમેદવારોને સમર્થન આપ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટના મામલે નારાજ થયેલા રાજભરે મિર્જાપુરમાં કોંગ્રેસ, મહારાજગંજ અને બાંસગાંવમાં ગઠબંધનના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે.સુભાસપના રાષ્ટીય મહાસચિવ અરૂણ રાજભરે જણાવ્યું કે મિર્જાપુર, મહારાજગંજ અને બાંસગાંવમાં પક્ષના જાહેર થયેલા ઉમેદવારોના ફોર્મ રદ થતા આ ફેંસલો લીધો છે.

modi mayawati

ત્યારે રાજભર કહે છે કે ફોર્મ રદ થયા બાદ કાર્યકર્તાઓના સુચન બાદ પક્ષે કોંગ્રેસ અને ગઠબંધનના ઉમેદવારોને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. આ ત્રણેય બેઠકો પર પક્ષના કાર્યકરો ભાજપના ઉમેદવારને હરાવવા માટે કામ કરશે. લોકસભાની બેઠકોના ભાગ પાડવાના મામલે ભાજપ સાથે સમજુતી ન થતા રાજભરે પૂર્વાંચલની ૩૯ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, તેમાં વડાપ્રધાન મોદીની સંસદીય બેઠક વારાણસીનો પણ સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah

પંચમહાલનાં શહેરામાં બેફામ પાણીનો વેડફાટ થતાં તંત્રએ નળના કનેક્શન કાપ્યા

Mansi Patel

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!