GSTV
ANDAR NI VAT India News Trending

યોગી આ વખતે એકને બદલે ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવશે, જાણો શું કામ?

ઉત્તરપ્રદેશમાં નવી સરકારની રચનાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. કેશવપ્રસાદ મૌર્ય સહિત 11 મંત્રીઓ પરાજિત થયા છે. તેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાની કોઈ શક્યતા નથી. કેશવપ્રસાદ મૌર્યની વિધાન પરિષદના સદસ્ય તરીકેની ટર્મ હજુ ચાલુ છે તો પણ તેમને ફરીથી નાયબ મંત્રી તો શું મંત્રી બનાવાય તેવી સંભાવના ઓછી છે. કારણ કે તેઓ મોદીના વિશ્વાસુ છે અને યોગી મોદીના વિશ્વાસુઓને જરા પણ પ્રમોટ કરવા માગતા નથી.

એકના બદલે ત્રણ ડેપ્યુટી સી.એમ. બનાવવાનો નિર્ણય કર્યો

માયાવતીની બહુજન સમાજપાર્ટીના મોટાભાગના મત ભાજપને ટ્રાન્સફર થયા છે. આથી મંત્રીમંડળમાં દલિત મતદારોને રાજી રાખવા દલિત મંત્રીઓની સંખ્યા અગાઉ કરતાં વધારે હશે એવી ચર્ચા ચાલી રહી છે. યોગી પોતાના પ્રતિસ્પર્ધીઓથી બિલકુલ સાવધાન છે. કોઈ પણ મંત્રી નંબર ટુ ન કહેવાય એટલા માટે આ વખતે તેમણે એકના બદલે ત્રણ ડેપ્યુટી સી.એમ. બનાવવાનો નિર્ણય કર્યો છે. કેશવ પ્રસાદ મૌર્યના નામે બીજેપી હાઇકમાન્ડે તેમના સાથે જે રાજનીતિ ખેલવાની કોશિશ કરી હતી તેનું તેઓ પુનરાવર્તન થવા દેશે નહીં.

મંત્રીમંડળની તેમની રચનામાં અનુભવ અને મહત્ત્વાકાંક્ષા બંનેનો સમન્વય જોવા મળશે

ત્રણમાંથી એક ડેપ્યુટી સી.એમ. દલિત હશે એવી ચર્ચા ચાલી રહી છે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકેના તેમના અનુભવોમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ઘણું બધું શીખ્યા છે. તેમની મહત્ત્વાકાંક્ષા વડાપ્રધાન બનવા સુધીની છે આથી મંત્રીમંડળની તેમની રચનામાં અનુભવ અને મહત્ત્વાકાંક્ષા બંનેનો સમન્વય જોવા મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આજે ડોનાલ્ડ ટ્રમ્પની થઇ શકે છે ધરપકડ? Porn Star સ્ટોર્મી ડેનિયલ્સ છે જવાબદાર, જાણો શું છે મામલો

Padma Patel

ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં

pratikshah

Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી

Siddhi Sheth
GSTV