GSTV
Home » News » યોગી આદિત્યનાથની સભામાં માત્ર 1 હજાર લોકો! ભાષણથી નારાજ થયા ભાજપાઈ

યોગી આદિત્યનાથની સભામાં માત્ર 1 હજાર લોકો! ભાષણથી નારાજ થયા ભાજપાઈ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોમવારે ચૂ્ંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હતા. એક અંગ્રેજી અખબારના જણાવ્યાં પ્રમાણે સ્થાનિક નેતાઓનું એક ગૃપ યોગીની ભાષણથી નારાજ થયું હતું. વાસ્તવમાં યોગી આદિત્યનાથે તેમના ભાષણમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી ઉપર તો નિશાન સાધ્યું હતું પરંતું બેહરામપુરથી કોંગ્રેસના ઉમેદવાર અધીર ચૌધરી પર કોઈ નિવેદન કર્યું ન હતું.

CAIT support bjp

ધ ટેલીગ્રાફના જણાવ્યાં પ્રમાણે. બેહરામપુરના યુનિયન ક્લબ ગ્રાઉન્ડ પર લગભગ 1 હજાર લોકોની જ હાજરી હતી. અહિયાં ચૂ્ંટણી સભાને સંબોધીત કરતા યોગીના નિશાના ઉપર મુખ્યત્વે રાહુલ ગાંધી અને મમતા બેનર્જી જ રહ્યા હતા. પોતાના 25 મિનિટના ભાષણમા્ ફક્ત એકવાર જ અધીર ચૌધરીના નામનો ઉલ્લેખ કર્યો હતો, માનવામાં આવી રહ્યું છે કે ક્યારેક ગોરખપુથી સાંસદ રહેલા યોગી અને ચૌધરીની વચ્ચે લોકસભામાં સાથે હતા ત્યારે સારા સબંધો હતા.

રિપોર્ટ પ્રમાણે, જિલ્લાના કેટલાય બીજેપી નેતા ઘણા જ ગુસ્સામાં નજર આવ્યા હતા. તેમને આશા હતી કે યોગી બેહરામપુરના આ શકિતશાળી ઉમેદવાર ઉપર રાજકીય હુમલો કરશે. જિલ્લા કક્ષાના એક બીજેપીનેતાએ કહ્યું કે તે્મણે રાહુલ અને મમતા પર વારંવાર તીખો હુમલો કર્યો હતો. તે સારૂ છે. જો કે અહિંયા લડાઈ અધીર અને તેના લોકો સાથે આખાય જિલ્લામાં છે. યોગીના કારણે નિરાશા આવી. જણાવી દઈએ કે અહિંયા બીજેપીએ સાધુમાથી નેતા બનેલા કૃષ્ણા જોવારદાર આર્યાને અધીરની સામે મેદાનમાં ઉતાર્યા છે. આર્યા બંગાળ બીજેપી પ્રમુખ દિલિપ ઘોષના પરિવાર સાથે જોડાયેલા પંડિત રહ્યા છે. મમતા આ વારેવારે આરોપ લગાવી રહી છે કે ચૌધરીને આરએસએસનું સમર્થન છે. તૃણમુલ નેતાઓનું કહેવું છે કે યોગીએ મમતાના આરોપોને ફરિ એકવાર સાબિત કર્યો. જો કે ચૌધરીએ કહ્યું કે તે આરોપની પ્રતિક્રીયા આપવા લાયક પણ નથી સમજતા.

READ ALSO

Related posts

Exit Poll: પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર, AAPનું ખાતુ…

Nilesh Jethva

Poll of Polls એક્ઝિટ પોલ: UPમાં ભાજપનું ધોવાણ, આ રાજ્યોમાં NDAને મળશે બહુમતિ

Riyaz Parmar

Exit Poll: ઉત્તરાખંડમાં કમળ ખીલશે, મળશે આટલી બેઠકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!