GSTV

ઉત્તર પ્રદેશ: યોગી રાજમાં ટૂંક સમયમાં લાગુ થશે 2 ચાઈલ્ડ પોલિસી, આ પરિવારોને નહિ મળે સરકારી લાભ

Last Updated on June 24, 2021 by Pritesh Mehta

ઉત્તર પ્રદેશમાં 2 મહિનાની અંદર ટુ ચાઈલ્ડ પોલિસી તૈયાર થઈ જશે. આ પોલિસી તૈયાર થયા બાદ 2 થી વધુ બાળકો પેદા કરનારને સબસિડી, રાશન વિતરણ, નોકરી અને અન્ય સરકારી યોજનાઓમાં અગાઉની જેમ લાભ મળશે નહીં. ઉત્તર પ્રદેશ સ્ટેટ લૉ કમીશનના ચેરમેન એએન મિત્તલે કહ્યું કે, ‘વસ્તી નિયંત્રણ કરવાના હેતુથી આ પોલિસી તૈયાર કરવામા આવી રહી છે.’

ચાઈલ્ડ
  • યોગી સરકાર લાગુ કરી શકે છે ૨ ચાઈલ્ડ પોલિસી
  • ૨થી વધુ બાળકો હોવાથી યોજનાઆેનો લાભ નહીં મળે
  • વસ્તી નિયંત્રણ માટે લાગુ કરાશે આ પોલિસી: મિત્તલ
  • ઘણા રાજ્યોમાં ફ્લોપ રહી છે ૨ ચાઈલ્ડ પોલિસી

2 ચાઈલ્ડ પોલિસી તૈયાર કરવા યુપી લૉ કમિશન રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આસામની સાથે ચીન તથા કેનેડાના કાયદાઓનો પણ અભ્યાસ કરી રહ્યું છે. જોકે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં આવી પોલિસીઓ લાગુ કરવામા આવી ચૂકી છે, પરંતુ તેનાથી વસ્તી નિયંત્રણ બાબતે કોઈ લાભ થયો નથી. જે રાજ્યોમાં 2 થી વધુ બાળકોવાળા પરિવારને સરકારી યોજનાઓમાં લાભ નથી અપાતો તેવા રાજ્યોમાં વસ્તી સરેરાશ 20 ટકાના દરે વધી છે, જ્યારે હાલ જે રાજ્યોમાં પોલિસી નથી તેવા યુપી, બંગાળ અને તામિલનાડુમાં પણ વસ્તી 20 ટકાના દરે વધી છે. જે દર્શાવે છે કે- અત્યારસુધી 2 ચાઈલ્ડ પોલિસી કોઈ રાજ્યમાં સફળ થઈ નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!