GSTV
Gujarat Government Advertisement

‘રસ્તાથી કિટ મોકલવામાં સમય લાગે છે’ કહેતા જ યોગી આદિત્યનાથે હેલિકોપ્ટર ઉપયોગ કરવાનો ઓર્ડર આપી દીધો

લોકડાઉન

Last Updated on April 19, 2020 by Mayur

એક તરફ કોરોનાના પ્રકોપને રોકવા માટે દેશમાં લોકડાઉનનો ફોર્મ્યુલા ઉપયોગમાં લેવામાં આવ્યો છે. બીજી તરફ આ ખતરનાક બીમારીને નાથવા માટે દેશના સ્વાસ્થ્યકર્મીઓ સહિતનો સ્ટાફ કામ પર લાગેલો છે. આ વચ્ચે પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કિટ્સને લઈ સત્તત ખબરો સામે આવી રહી છે. યોગી આદિત્યનાથે પણ હવે પીપીઈ કિટની ઉપલબ્ધતાને લઈને કડક વલણ ધારણ કર્યું છે.

ખાલી પડેલા હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરો

કોરોના સામે દરેક દિશાથી લડત આપતી યુપી સરકાર દ્રારા બનાવવામાં આવેલી ટીમ-11ની સાથે બેઠકમાં યોગી આદિત્યનાથે કર્મચારીઓને પીપીઈ કિટની આવશ્યકતાને જલ્દી જ પૂર્ણ કરવાનો હુકમ આપ્યો છે. બેઠકમાં એ પણ સામે આવ્યું કે ટ્રક દ્રારા આ તમામ કિટને પહોંચાડવામાં સમયનો ઘણો વ્યય થાય છે. જેના પર યોગી આદિત્યનાથે કહ્યું કે, મારા પ્રદેશની જનતાની સેવામાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓને કોઈ પણ પરિસ્થિતિમાં ખતરામાં ન નાખી શકું. જો રસ્તાથી કિટને પહોંચતા વાર લાગે છે તો લોકડાઉનમાં ખાલી પડેલા હેલિકોપ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે. અને જલ્દીથી જલ્દી સ્વાસ્થ્યકર્મીઓને પીપીઈ કિટ આપવામાં આવે.

ટીમ-11નું શું કામ છે ?

ટીમ-11 સાથે જોડાયેલા કેટલાંક સુત્રોએ કહ્યું હતું કે, યોગી આદિત્યનાથે સ્વાસ્થ્યકર્મીઓ સાથે કોઈ પણ પ્રકારની લાપરવાહી સહન કરવામાં નહીં આવે. જણાવી દઈએ કે જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસે પગપેસારાની શરૂઆત કરી હતી એ સમયે જ યોગી આદિત્યનાથે 11 વરિષ્ઠ અધિકારીઓની ટીમ બનાવી હતી. જેને ટીમ 11 કહેવામાં આવે છે. જેમને અલગ અલગ પ્રકારની જવાબદારી આપવામાં આવી છે અને તે રોજ યોગી આદિત્યનાથને રિપોર્ટ કરે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!