GSTV
Gujarat Government Advertisement

યોગી આદિત્યનાથે લીધો મોટો નિર્ણય, જ્યાં 20 કેસ હશે ત્યાં હવે અધિકારીઓએ આ કામ કરવાનું રહેશે

Last Updated on April 24, 2020 by Pravin Makwana

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે મોટો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે જે જિલ્લામાં 20થી વધુ કોરોના સંક્રમિત છે ત્યાં બે નોડલ અધિકારી તૈનાત કરવામાં આવશે. તેના માટે વરિષ્ઠ આઇએએસ અધિકારી અને મેડિકલ ઓફિસરને નોડલ અધિકારી બનાવવામાં આવશે.

IAS અધિકારી જિલ્લાની વહીવટી ખામીઓને દૂર કરીને યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે. જ્યારે મેડિકલ અધિકારી પર સ્વાસ્થ્ય સેવાઓને સુધારવાની જવાબદારી હશે. નિમણૂંક કરાયેલા બંને અધિકારી જિલ્લાધિકારી અને સીએમઓની સાથે કો-ઓર્ડિનેટ કરશે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન આ આદેશ આપ્યા. સાથે સીએમ યોગીએ ક્વોરન્ટીન સેન્ટર અને આઇસોલેશન વોર્ડમાં વધારો કરવા તેમજ ક્વોરન્ટીન સેન્ટરમાં પૂલ ટેસ્ટિંગની કરાવવા પણ જણાવ્યું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઑફર/ સસ્તામાં દમદાર Smart TV ખરીદવાનો મોકો, રિયલમીથી લઇને સેમસંગ અને વનપ્લસ સુધીના છે ઓપ્શન

Bansari

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!