GSTV
Home » News » શું ગુમનામી બાબા જ હતા સુભાષ ચંદ્ર બોઝ? યોગી સરકાર આજે કરશે ખુલાસો

શું ગુમનામી બાબા જ હતા સુભાષ ચંદ્ર બોઝ? યોગી સરકાર આજે કરશે ખુલાસો

ઉત્તર પ્રદેશની યોગી સરકાર બુધવારે વિધાનસભામાં ગુમનામી બાબા પર જસ્ટિસ વિષ્ણુ સહાયનો રિપોર્ટ રજૂ કરશે. આ પહેલાં તપાસ રિપોર્ટને કેબિનેટની બેઠકમાં રાખવામાં આવ્યો હતો. ફૈઝાબાદમાં લાંબા સમય સુધી સુભાષ ચંદ્ર બોઝના હમશકલ તરીકે ઓળખાતા ગુમનામી બાબાનું મૃત્યુ 1985માં થયું હતું. લોકો તેમને સુભાષચંદ્ર બોઝ માનતા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિષ્ણુ સહાયના રિપોર્ટમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, ગુમનામી બાબા કોણ હતા અને શું તેઓ ખરેખર સુભાષ ચંદ્ર બોઝ જ હતા. હા જોકે, રિપોર્ટમાં એવી ઘણી વિશેષતાઓ બતાવવામાં આવી છે, જેના અનુસાર ગુમનામી બાબા અને સુભાષચંદ્દ્ર બોઝમાં ઘણી સામ્યતાઓ જોવા મળે છે. સુભાષચંદ્ર બોઝની જેમ જ ગુમનામી બાબા બંગાળી હતા અને અંગ્રેજી, હિંદી અને બંગાળી કડકડાટ બોલતા હતા અને લખતા હતા. ગુમનામી બાબાને પણ રાજકિય, યુદ્ધ અને સમસામયિક વિષયો પર ઊંડાણપૂર્વકની જાણકારી હતી. તેઓ સંગીત પ્રેમી હતા અને પૂજા-પાઠ અને ધ્યાનમાં તેમનો સમય પસાર કરતા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સહાય આયોગે તેમના રિપોર્ટમાં લખ્યું છે કે, ગુમનામી બાબા સુભાષચંદ્ર બોઝ હતા કે નહીં તે વાતની પુષ્ટિ થઈ શકી નથી, કારણ કે, તેમના મૃત્યુના 31 વર્ષ બાદ આ વિશે તપાસ શરૂ થઈ હતી. અખિલેશ યાદવના શાસન દરમિયાન ગુમનામી બાબાની ઓળખ બાબતે જસ્ટિસ વિષ્ણુ સહાયનું ગઠન થયું હતું, જેની રિપોર્ટ આજે સાર્વજનિક થશે.

ઉલ્લેખનિય છે કે, સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝના જીવનના છેલ્લા દિવસો હજી પણ રહસ્ય છે. તેમના મૃત્યુ બાબતે ઘણી થિયરી પ્રચલિત છે. આશા છે કે, વિષ્ણુ સહાયના રિપોર્ટ બાદ આ રહસ્ય પરથી પડદો ઊઠી શકે.

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Mayur Vora

સુરક્ષા એજન્સીઓ પાસે રજેરજની માહિતી, ટ્રમ્પ 78 સીડી ચડશે અને 1350 મીટર વોક કરશે

Mayur

અનોખુ સ્વાગત : આ વ્યક્તિએ માથા ઉપર જય હિન્દ, છાતી અને પીઠ ઉપર લખાવ્યું નમસ્તે ટ્રમ્પ આપકા સ્વાગત હે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!