GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય, 11 હજાર કેદિઓને જેલમાંથી છોડી મુકશે પણ…

પોલીસ

કોરોના વાયરસના કહેર વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી સરકારે કેદિઓને લઈને મોટો નિર્ણય કર્યો છે. યોગી સરકારે સૂબેની જેલોમાં બંધ 11 હજાર કેદિઓને 8 અઠવાડિયા માટે છોડવા જઈ રહી છે. સાત વર્ષથી ઓછી સજા વાળા અપરાધ માટે જેલમાં બંધ આ કેદીઓને છોડવાનું સોમવારથી શરૂ થશે.

આ પહેલા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોના વાયરસના કારણે જેલમાંથી કેદીઓને છોડી મુકવાનું એલાન કર્યું હતું. યોગી સરકારે ભીડભાડ ઓછી કરવાના હેતુથી આ નિર્ણય કર્યો છે. જેથી જીવલેણ કોરોના વાયરસ ઉત્તરપ્રદેશની જેલમાં ન ફેલાય. યોગી સરકારે 11 હજાર કેદીઓને છોડી મુકવાનો નિર્ણય એ સમયે લીધો છે જ્યારે ઉત્તર પ્રદેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 50 સુધી પહોંચી ગઈ હતી.  

સરકાર

ત્યાં જ ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 930 પહોંચી ગઈ છે. તેમાંથી 22 કોરના દર્દીઓનું મોત પણ થઈ ચુક્યું છે. જ્યારે 82 લોકો સાજા થઈ ચુક્યા છે. કોરોના વાયરસથી નિપટવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસના દેશવ્યાપી લોકડોઉનનું એલાન કર્યું છે.

ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં ફેલાઈ ચુક્યો છે. વિશ્વભરમાં કોરોના વાયરસની ઝપેટમાં આવનાર લોકોની સંખ્યા લાખોનો આંકડો પાર કરી ચુકી છે. જેમાંથી 28 હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.  

Read Also

Related posts

મોદી સરકાર 2.0 : દેશના ઇતિહાસમાં મોદી અને શાહની જોડીના આ નિર્ણયો સુવર્ણ અક્ષરે લખાશે

Bansari

મહારાષ્ટ્રમાં એક જ દિવસે 114 પોલિસકર્મીઓ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધી 2325 પોઝીટીવ અને 26ના થયા મોત

Harshad Patel

લાખો કમાવાનો મોકો! Aarogya Setu Appમાં શોધી બતાવો ખામી, સરકાર આપશે ઇનામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!