GSTV
Home » News » ECએ કહ્યું તમારે પ્રચાર નથી કરવાનો: યોગીએ કહ્યું તો પૂજા કરીશ, બેસી ગયા હનુમાન ચાલિસા કરવા

ECએ કહ્યું તમારે પ્રચાર નથી કરવાનો: યોગીએ કહ્યું તો પૂજા કરીશ, બેસી ગયા હનુમાન ચાલિસા કરવા

ચૂંટણી પંચે સીએમ યોગી આદિત્યનાથ પર ત્રણ દિવસ સુધી ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ મુકતા યોગી આદિત્યનાથે વિરોધીઓને ક્લિન બોલ્ડ કરવા રણનીતિ ઘડી છે. સીએમ યોગી આજથી બજરંગ સેતુ મંદિરમાં હનુમાન ચાલિસાના પાઠ કરશે. આ મામલે સીએમ યોગીએ જણાવ્યુ હતુ કે બંધારણમાં તમામ નાગરિકોને પોતાની આસ્થા મુજબ ભગવાનની પૂજા કરવાની આઝાદી આપવામાં આવી છે. જેથી બજરંગ બલીમાં મારી આસ્થા છે.

મહત્વપૂર્ણ છે કે ગત દિવસે સીએમ યોગીએ અલી અને બજરંગ બલી મામલે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ પ્રકારનું નિવેદન તેમણે બસપા સુપ્રીમો માયાવતીના નિવેદન બાદ આપ્યુ હતુ. માયાવતીએ જણાવ્યુ હતુ કે, મુસ્લિમોના મતનું વિભાજન ન થાય તે માટે તમારો મત મહાગઠબંધનને આપો. જે બાદ સીએમ યોગીએ કહ્યુ હતુ કે બસપા-સપાના અલી અને અમારા બજરંગ બલી છે. જે બાદ માયાવતી અને સીએમ યોગી વિરૂદ્ધ ચૂંટણી પંચે મહત્વની કાર્યવાહી કરી છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધી પોતાની પાર્ટીને જ સંભાળી નથી શકતા, દેશ કેવી રીતે ચલાવશે: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે

Mansi Patel

કલમ 370 કેન્સર હતું, જેણે કાશ્મીરનાં લોકોનું ઘણું લોહી વહાવ્યું: રક્ષા પ્રધાન રાજનાથ સિંહ

Riyaz Parmar

એન્ટી એલજીબીટી પ્રદર્શનકારીઓની સામે આવ્યા ગે કપલ અને પછી થયુ એવુ કે…

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!