GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

યોગી આદિત્યનાથે રામલલ્લાના કર્યા દર્શન, પ્રસિદ્ધ હનુમાનગઢીમાં કર્યુ પૂજન

અયોધ્યામાં ત્રેતા યુગની ભવ્ય દિવાળી મનાવ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે પ્રસિદ્ધ સિદ્ધપીઠ હનુમાનગઢીમાં પૂજન અર્ચન કર્યુ હતુ. બાદમાં મુખ્યપ્રધાન યોગી રામ જન્મભૂમિ પરિસરમાં રામલલાના દર્શન માટે પહોંચ્યા હતા.

પોતાની ધાર્મિક યાત્રા દરમિયાન યોગી આદિત્યનાથે અયોધ્યાના વરીષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી. ભવ્ય દીપાવલીની ઉજવણી અંગેના પ્રશ્નના જવાબમાં યોગી આદિત્યનાથે જણાવ્યુ કે, આ કોઈ નવી પરંપરા નથી. આ આયોજન મે નથી કર્યુ પરંતુ સદીઓથી ચાલતી આવતી પરંપરા છે.

આ આયોજન અયોધ્યાના લોકો અને અહીંના સંતોએ સાથે મળીને કર્યુ છે. અયોધ્યામાં આયોજિત દિપાવલીના ઉજવણીના કાર્યક્રમ અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ટીકા અંગે સીએમ યોગી આદિત્યનાથે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

તેઓએ કહ્યુ કે આ મારી વ્યક્તિગત આસ્થા છે, મારી વ્યક્તિગત આસ્થા પર વિપક્ષ કેવી રીતે હસ્તક્ષેપ કરી શકે. બીજી વાત એ છે કે, મુખ્યપ્રધાન તરીકે પ્રદેશના દરેક સ્થાનનો વિકાસ થાય તે મારી જવાબદારી છે.

 

Related posts

3 ને બદલે 2 વર્ષમાં કરી શકાશે MCA પ્રોગ્રામ, એઆઈસીટીઇ એ કરી જાહેરાત

pratik shah

ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઊંદર જેવી સ્થિતિ,પરીક્ષા ન આપી શકનારા માટે યુનિ.એ ફરી તક આપવી પડશે: UGC

pratik shah

સદીમાં એકાદ વખત જ આવે છે રોગચાળો તે માન્યતા ખોટી, રોગચાળામાં ચીન નંબર વન: યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામનો રિપોર્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!