GSTV
Home » News » રામ મંદિર : વીએચપીની ધર્મસંસદમાં યોગી અને ભાગવત પહોંચ્યા, હવે ટોપના એજન્ડામાં

રામ મંદિર : વીએચપીની ધર્મસંસદમાં યોગી અને ભાગવત પહોંચ્યા, હવે ટોપના એજન્ડામાં

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ દરમિયાન રામ મંદિર નિર્માણનો મુદ્દો છવાયેલો છે. આ વચ્ચે આજથી પ્રયાગરાજમાં વિશ્વ હિંદુ પરિષદની ધર્મ સંસદ શરૂ થઈ છે. જે બે દિવસ ચાલશે. સંગમ નગરીથી સાધુ સંતો એક સૂરમાં મંદિરનો અવાજ બુલંદ કરી રહ્યાં છે. ધર્મ સંસદ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વચ્ચે મુલાકાત થઈ હતી.

બાદમાં બંને વીએચપીની ધર્મ સંસદ પહોંચ્યા હતા. બાબા રામદેવ ઉપરાંત પુરીના શંકરાયાર્ય સ્વામી નિશ્ચલાનંદ, રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસ મહારાજ સહિત ઘણા મોટા સંતો પણ ભાગ લીધો છે. બે દિવસી આ ધર્મ સંસદમાં દેશભરના લગભગ 5 હજાર સાધુ સંતો ભેગા થશે. આ માટે વીએચપીએ મોટા પાયે આયોજન કર્યું છે.

આ સંસદનો મુખ્ય હેતુ રામ મંદિર નિર્માણ જ છે. જેમાં રામ મંદિરના નિર્માણની હાલની સ્થિતિ, કેન્દ્ર સરકારનું વલણ અને તેની અરજી અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ગૌરક્ષા અને ગાંગા મુદ્દે પણ મંથન થશે. જોકે અખાડા પરિષદે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!