GSTV
Gujarat Government Advertisement

યોગી આદિત્યનાથે વિદ્યાર્થીઓને રાજસ્થાનથી પરત લાવવા માટે બસો મોકલી તો આ રાજ્યના મુખ્યમંત્રીએ તેને સિદ્ધાંતોની વિરૂદ્ધ ગણાવ્યું

Last Updated on April 18, 2020 by Mansi Patel

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉત્તર પ્રદેશ સરકાર દ્રારા રાજસ્થાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બસ મોકલવાના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો છે. તેમણે આ નિર્ણયને લોકડાઉનના નિયમોની વિરૂદ્ધ બતાવ્યું છે. નીતિશ કુમારનું આ નિવેદન યોગી સરકારના નિર્ણય પર છે. જેમાં ઉત્તર પ્રદેશમાં જે છોકરાઓ રાજસ્થાનના કોટામાં ફસાયેલા છે તેમને વતન પરત લાવવા માટે આગ્રાથી 200 બસો મોકલવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે, જે રીતે કોટાના વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બસો મોકલવામાં આવી રહી છે. એ લોકડાઉનના સિદ્ધાંતની સાથે અન્યાય થઈ રહ્યો છે.

વિદ્યાર્થીઓ પાસે પૈસા પણ નથી

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના કોટામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતાં યૂપી-બિહાર સહિત અલગ અલગ રાજ્યના વિદ્યાર્થીઓ વસવાટ કરતાં હોય છે. લોકડાઉન બાદ આ વિદ્યાર્થીઓ ત્યાં જ ફસાઈ ગયા છે. તેમની પાસે જીવન નિર્વાહ કરવાના પૈસા ખૂટી ગયા છે જેથી તેઓ વાંરવાર પ્રશાસનના કાનમાં ફૂંક મારી રહ્યા છે કે તેમના ઘરે પરત ફરવાની વ્યવસ્થા કરવામાં આવે.

25થી 30 વિદ્યાર્થીઓ બેસી શકશે

યોગી સરકારે ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા કરી છે. આગ્રાના સાંસદ પ્રમોદ કુમાર દ્રારા નિવેદન આપવામાં આવ્યું છે કે, 25થી 30 બાળકો બાળકો બેસી શકે તેવી વ્યવસ્થાવાળી બસો મોકલવામાં આવી છે. જેમની સાથે બે પોલીસ ઓફિસરો પણ હશે. આ લોકોને સાથે જ માસ્ક અને સેનિટાઈઝર પણ આપવામાં આવશે. તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. જે પછી તેમને ઘરે મોકલવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!